લાયન્સ કલબ પોરબંદર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.30-12-2024 સોમવારના રોજ નવયુગ વિદ્યાલય પોરબંદરના વિદ્યાર્થીઓને ટીબી મુક્ત ભારત અભિયાન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી.
નવયુગ વિદ્યાલય ના પ્રિન્સીપાલ તુષારભાઈ પુરોહિતના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
હાજર રહેલ વિદ્યાર્થીઓને લાયન્સ કલબ પોરબંદર ના સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી દ્વારા ટીબીના લક્ષણો,સારવાર,સરકારી સહાય તેમજ અન્ય ઉપયોગી માહિતી આપવામાં આવેલ હતી.
ટીબી હોસ્પિટલ પોરબંદરના અધિકારી વિમલભાઈ હિન્ડોચા દ્વારા સરકારી સહાય તેમજ પોષ્ટિક આહાર વિશે જાણકારી આપી હતી.
તા.30-12-2024 સોમવારના રોજ રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા પ્રાથમિક શાળા પોરબંદરના વિદ્યાર્થીઓમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંગે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ હતી જેમાં અનુક્રમે યશરાજ સિંહ જાડેજા, ગરેજા પુરી,કોડિયતર રોશની,મોઢવાડીયા રેવા ચૌહાણ પ્રાચી તથા જાડેજા શ્રધ્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.વિદ્યાર્થીઓ માં ચેપી ટીબી રોગ વિશે સમજણ આવે તેનાથી કઈ રીતે બચવું તે વિશે પોતાની શૈલીમાં રજૂઆત કરી હતી તેમજ હાજર રહેલ તમામ શિક્ષકો ને પણ ટીબી ના દર્દીઓને તેમજ શાળામાં કે આજુબાજુમાં કોઈ કુપોષિત બાળક હોય તો પણ સરકારી તંત્રનું ધ્યાન દોરવા સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, ટીબી હોસ્પિટલના અધિકારી શ્રી વિમલભાઈ હિંડોચા,આચાર્યા ભાવિષાબેન મોદી,જેઠવા સોનલ બા,નિશા બેન, થાનકી ભાવિષા બેન, પિપરોતર ઉર્વશી બેન,જોષી હેતલ બેન, મઢવી હર્ષા બેન,ઉર્મિલાબેન, લોઢીયા અંજનાબેન તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તા.06-01-2025 સોમવારના રોજ કે. બી જોષી કન્યા વિદ્યાલય છાયા પોરબંદરના વિદ્યાર્થીનીઓમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંગે કાર્યક્રમ રાખવામાં આવેલ.જેમાં ટીબી ના લક્ષણો,સારવાર,સરકારી સહાય તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા કઈ રીતે મદદ કરવામાં આવે છે,તેમાં પણ લાયન્સ કલબ ગુજરાત દ્વારા સરકારશ્રી અને લાયન્સ કલબ વચ્ચે એમઓ યુ કરવામાં આવેલ છે.પોરબંદર જીલ્લો વસ્તીની દૃષ્ટિએ નાનકડો હોય અન્ય કરતા ટકાવારી ની દૃષ્ટિએ ખૂબ સાવચેતી રાખવી પડે,ખાસ દરિયા કિનારો હોય અને ભોગોલીક તેમજ સામાજીક દૂષણને લીધે ખુબજ ધ્યાન આપવું જોઈએ.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થિની ઓને ટીબી વિશે પ્રશ્ન પૂછવામાં આવતા સાચા જવાબો આપનાર વારા મીતિક્ષા પરસોતમભાઈ,મકવાણા નેહા નરેન્દ્રભાઇ,દાસા ભારતી ભરત ભાઇ તથા ટાંક વિશ્વા જીતેશભાઇ ને લાયન અશ્વિનભાઈ ઠાકર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, લાયન અશ્વિનભાઈ ઠાકર,આચાર્યા માલી બેન ઓડેદરા,આશાબેન મોઢા, તેજલબેન રાઠોડ, માલી બેન કરમટા,નીતાબેન પાતર, પ્રવિણા બેન વાળા, પ્રીતિબેન ભરડવા તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
