ગુજરાત સરકારના મહત્વના નવરચિત બાળ અધિકાર સંરક્ષણ આયોગ માં પોરબંદર ભાજપના વિજયભાઈ થાનકીની ડિરેક્ટર પદે નિયુક્તિ
ગુજરાત સરકાર દ્વારા પોરબંદર ના *વિજયભાઈ થાનકી ની *ગુજરાત રાજ્ય બાલ અધિકાર સરક્ષણ આયોગ* (GSCPCR) માં ડાયરેક્ટર તરીકે નિમણૂક નું નોટીફિકેશન તા.12.12.2024ના રોજ બહાર પડતાં સાથેજ ખૂબ જ મહત્વનું ગણાતા આયોગમાં નિમણૂક પત્ર મળતાં વિજયભાઈ થાનકી દ્વારા ગાંધીનગર ખાતે ના આયોગ ના કાર્યાલયમાં જોઇનિંગ રિપોર્ટ કરી ચાર્જ સંભાળી કાર્યનો પ્રારંભ કરી દીધો છે.
પોરબંદરના કોઈ સામાજિક કે રાજકીય આગેવાનને વર્ષો પછી ગુજરાત સરકારના આયોગમાં સ્થાન મળતા પોરબંદર ભાજપ વર્તુળ અને શુભેચ્છકો માં આનંદ છવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિજયભાઈ થાનકી પ્રદેશ સંયોજક ગ્રંથાલય નિર્માણ ભાજપ વિભાગ માં હાલમાં કાર્યશીલ છે. અને અગાઉ પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ સહિતની અનેકવિધ સંગઠનાત્મક જવાબદારીઓ માં યશસ્વી અને સફળ કામગીરી બજાવી ચૂક્યા છે.
તેમની આ નિમણૂકને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા,પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી,પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શુભકામના અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
વિજયભાઈ થાનકી દ્વારા પાઠવેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે બાળ અધિકાર સંરક્ષણ આયોગ ને લગતા કોઈપણ કામકાજ માટે કોઈપણ નાગરિક અથવા સંસ્થાઓ દ્વારા તેમનો સંપર્ક (૯૮૨૫૪૩૫૨૦૫) રાઉન્ડ ધ ક્લોક ૨૪ કલાક કોઈપણ સમયે કરી શકે છે એમ વિજયભાઈ થાનકી ની યાદીમાં જણાવ્યું છે.