રાણાવાવમાં દીકરાએ માતાને મારમારતા મોત

રાણાવાવ રેલ્વે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન ગંગાભાઈ વાડોલીયા નામની 70 વર્ષની મહિલાની હત્યા તેમના સગા પુત્રએ કરી છે.. 70 વર્ષે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તાત્કાલિક જામનગરની ગુરુ ગોવિદસિંઘ હોસ્પિટલમાં સારવાર વખતે ખસેડાઈ હતી અહીં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પોલીસે પુત્રની અટકાયત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે…. મળતી વિગત અનુસાર રાણાવાવ રેલવે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન વાડોલીયા પોતાના પુત્ર રાજુભાઈ વાડોલીયા સાથે રહેતી હતી અને કોઈ કારણોસર માતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાને માથાના ભાગે ધોકા અને પાઇપ ઇજા કરતા મહિલાને ગંભીર હાલતમાં જી જી હોસ્પિટલમાં લવાઈ હતી અહીં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પોલીસે મૃતકનો મૃતદેહનું પીએમની કામગીરી કરાવી છે અને પીએમ રિપોર્ટ બાદ સમગ્ર મામલે ખુલાસો થશે
