૧૦મી રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોરબંદરના ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન


ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ તથા ફિટ ઇન્ડિયા કી તરફ સે ના સંયુક્ત આયોજકત્વ હેઠળ તા. ૧ અને ૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લાના સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ૧૦મી રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૫માં પોરબંદર જિલ્લાના કુલ ૧૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૦૨ મહિલા ખેલાડીઓ અને ૦૯ પુરુષ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
સ્પર્ધામાં પોરબંદર ખેલાડીઓએ કુલ ૨૨ મેડલ જીતીને ઉલ્લેખનીય સિદ્ધિ મેળવી છે, જેમાં ૮ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૯ બ્રોન્સ મેડલનો સમાવેશ થાય છે.
ખેલાડીઓની વિશેષ સિદ્ધિઓ નીચે મુજબ છે:
1️⃣ કારાવદરા ભુરાભાઇ ભીખુભાઇ (Age 35+) — લાંબી કુદ, ઊંચી કુદ, ચક્ર ફેંક – ૨ સિલ્વર મેડલ
2️⃣ ડૉ. ભાલીયા નરેશકુમાર (Age 50+) — 100 મીટર, 200 મીટર દોડ, ગોળા ફેંક – ૧ સિલ્વર, ૨ બ્રોન્સ
3️⃣ ઓડેદરા પુંજાભાઈ (Age 60+) — 100 મીટર, 200 મીટર, લાંબી કુદ – ૧ બ્રોન્સ
4️⃣ ખુંટી કેશવભાઈ (Age 60+) — 200 મીટર, 400 મીટર, લાંબી કુદ – ૧ બ્રોન્સ
5️⃣ વાઘ કેશવ એલ. (Age 65+) — લંગડી ફાડકૂદ, બરચી ફેંક, ચક્ર ફેંક – ૧ સિલ્વર, ૨ બ્રોન્સ
6️⃣ માકડિયા વિનોદભાઈ પી. (Age 65+) — લંગડી ફાડકૂદ, બરચી ફેંક, ઊંચી કુદ – ૩ ગોલ્ડ
7️⃣ ભૂતીયા મેરુભાઈ જે. (Age 70+) — લાંબી કુદ, 800 મીટર દોડ, 5000 મીટર ચાલ – ૧ ગોલ્ડ, ૧ સિલ્વર
8️⃣ ઓડેદરા રામદે વી. (Age 70+) — લાંબી કુદ, ઊંચી કુદ, ચક્ર ફેંક – ૧ ગોલ્ડ, ૨ બ્રોન્સ
9️⃣ મોઢવાડીયા જેઠાભાઈ પી. (Age 70+) — હથોડા ફેંક, બરચી ફેંક, ઊંચી કુદ – ભાગ લેનાર ખેલાડી
ઠકરાર ખ્યાતિબેન ડી. (Age 45+) — 100 મીટર દોડ, લાંબી કુદ – ૧ બ્રોન્સ
1️⃣1️⃣ વડાલિયા લાભુબેન બી. (Age 65+) — ગોળા ફેંક, ચક્ર ફેંક, બરચી ફેંક – ૩ ગોલ્ડ
પોરબંદરના ખેલાડીઓએ સ્વખર્ચે ભાગ લઇને રાજ્ય સ્તરે પ્રદર્શન કરીને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે આ ખેલાડીઓ આગામી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ કોમ્પિટિશન માટે અજમેર, રાજસ્થાનમાં ભાગ લેવા જવાના છે.
આ સિદ્ધિ બદલ ખેલાડીઓને પોરબંદર જિલ્લા ખેલ પ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા છે અને રાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી છે.
Please follow and like us:
CATEGORIES sports
