ભણતર – ઘડતર – જીવતર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પોરબંદર ની અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી

બાલુબા એલુમની એસોસિયેશન તરફ થી ૨૮ મે ના
જય વસાવડા નો જાહેર કાર્યક્રમ…

પોરબંદર ની ૪૦ થી વધુ સામાજિક સંસ્થા ઓ જોડાઈ..

બાલુબા અલૂમની એસોસિયેશન દ્વારા તા.૨૮ મે ૨૦૨૩ ના રવિવાર ના રોજ સાયન્સ કોલેજ ખાતે ગુજરાત ના જાણીતા કોલમિસ્ટ અને પબ્લિક સ્પીકર જય વસાવડા નો જાહેર કાર્યક્રમ
ભણતર – ઘડતર – જીવતર નું આયોજન કરવામાં આવેલ છે ..
આ આયોજન ને સફળ બનાવવા માટે પોરબંદર ની ૪૦ થી વધુ સામાજિક સંસ્થા ઓ જોડાઈ,
જય વસાવડા ના જાહેર કાર્યક્રમો કદાચ ઘણા થયા હોય પણ આ આયોજન નો હેતુ એ છે કે પોરબંદર નો એક એક વિદ્યાર્થી અને નાગરિક જય વસાવડા ના વક્તવ્ય નો લાભ લે જેથી કરી એક ખુલ્લા મેદાન માં આ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું.
કાર્યક્રમ ની રૂપ રેખા જણાવતા ડૉ.નૂતન બેન ગોકાણી એ કહ્યુ , કે જય ભાઈ ને સાંભળવા એક લહાવો છે અને અમારો ઉદ્દેશ એવો છે કે શહેર ના એક એક નાગરિક ને આ કાર્યક્રમ ની જાણ હોય ..આથી જ અમે શહેર ની સામાજિક સંસ્થા ઓ નો સંપર્ક કર્યો કે આ કાર્યક્રમ ને સફળ બનાવવા આટલા બધા લોકો નો સાથ મળે..બહેનો ની સંસ્થાઓ પણ આમાં જોડાઈ તે ખૂબ સારી વાત બની…
આ અંતર્ગત આ તમામ સંસ્થા ઓ ની મીટીંગ સર્કિટ હાઉસ ખાતે મળી…
સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન બાદ સંસ્થા વતી લાખણસી ભાઈ ગોરાણીયા ને વિનંતી કરવા માં આવી કે આગળ નું સંચાલન તેમના દ્વારા થાય… તેમણે ખૂબ જ સારી રીતે સૂચનો કર્યા અને તે અંતર્ગત તમામ સંસ્થા ઓ સહમત થઈ.
આ દરમ્યાન અનિલ ભાઈ કારિયા, ડૉ અનિલ ભાઈ દેવાણી, રાજેશ લાખાણી, પ્રિતેશ લાખાણી ,જીજ્ઞેશ ભાઈ કારિયા દ્વારા માર્ગદર્શન મળ્યું અને સહુ એ તેમને વધાવી લીધું..


આનંદ અને ધરપત એ વાત ની રહી કે બહેનો દ્વારા શરૂ કરવા માં આવેલા આ કાર્ય ને દરેક સંસ્થાઓ સાથ આપવા ઊભી રહી ગઈ અને એક સામંજ્યતા અને એકતા નું સુંદર વાતાવરણ સર્જાયું.
આ કાર્યક્રમ માટે સંસ્થા ઓ ની સહમતી થી અલગ અલગ કમિટી રચવા માં આવી..
આ કાર્યક્રમ ને સફળ બનાવવા દુર્ગા બેન લાદિવાળા, નિધી બેન શાહ, વંદના બેન રૂપારેલ, ક્રિષ્ના બેન ઠક્કર, નીલા બેન કારિયા,ભાવના બેન છેલાવડા વગેરે સતત મહેનત કરેલી.
ધન્યતા ફિઝિયો થેરાપી સેન્ટર ના ડૉ સિદ્ધાર્થ ગોકાણી અને તેમની ટીમ સતત દોડતી રહી..
નૂતન બેન એ જણાવ્યું કે આપણા શહેર માં આવો સુંદર કાર્યક્રમ યોજાતો હોય તો સહુ એ લાભ લેવો અને વિદ્યાર્થી ઓ એ ખાસ આવવું જોઈએ.

આ કાર્યક્રમ માં નીચે મુજબ ની સંસ્થા ઓ જોડાઈ.
*પોરબંદર ડીસ્ટ્રિક્ટ ચેમ્બર, ચેમ્બર ઓફ કોમર્સ, પોરબંદર યુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી,જે.સી.આઇ પોરબંદર, રોટરી કલબ ઓફ પોરબંદર, લાઇન્સ ક્લબ ,લાઇન્સ ક્લબ પ્રાઈડ,
ભૂરા મુંજા ચેરીટેબલ ટ્રસ્ટ, પાયોનીયર ક્લબ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,ભારત વિકાસ પરિષદ, આર્ય સમાજ, તિરુપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પી.સી.સી.બેંક, નેતરવાલા અંધ વૃદ્ધાશ્રમ, ઉદય કારાવદરા એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ, ભારતીય પ્રજ્ઞા ચક્ષુ ગુરુકુળ, યુથ હોસ્ટેલ એસોસિયેશન, માહી ચેરીટેબલ ટ્રસ્ટ, સ્વસ્તિક ગ્રૂપ ઓફ પોરબંદર, લાલ બત્તી વાળા મામાં દેવ ટ્રસ્ટ, શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ, સાગરપુત્ર સમન્વય, જેસીઆઇ પોરબંદર મહિલા વિંગ, ઈનર વ્હીલ ક્લબ પોરબંદર, પ્રકૃતિ ધ યુથ સોસાયટી, સત્યનારાયણ મંદિર દિન સહાયક ટ્રસ્ટ, નેચર ક્લબ , સાહેલી ગ્રામ સંસ્થાન ટ્રસ્ટ, આશા ચિલ્ડ્રન હોસ્પિટલ, મોરારજી ઠકરાર હોસ્પિટલ, જલારામ વૃદ્ધાશ્રમ રાણા ખીરસરા , સંસ્કૃતિ પરફોમિંગ આર્ટ, સોબર ગ્રૂપ ઓફ પોરબંદર, પોરબંદર કન્ઝરવેટ્રી, યુનિક વિમેન્સ ક્લબ, સ્નાતિકા મિલન ગ્રેજયુએટ લેડીઝ ક્લબ, રસિક બાપા રોટલા વાળા ચેરીટેબલ ટ્રસ્ટ, નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન, કલરવ સાહિત્ય ટ્રસ્ટ, સ્વદેશી જાગરણ મંચ, ઉન્નતિ એન્ડ ઉમ્મતી ટ્રસ્ટ, સેવ પોરબંદર સી ..
આ તમામ સંસ્થા ઓ બાલુબા એલમની એસોસિયેશન ના ઉપરોક્ત પ્રોગ્રામ માં જોડાયા છે..

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!