કુતીયાણા દેવડા નાકે યુનીયન બેંકના ATM માં થયેલ ચોરીના પ્રયાસના ગુન્હાનો ભેદ ઉકેલાયો
ગત તા.૦૭/૦૧/૨૦૨૩ ના રોજ કુતીયાણા દેવડા નાકે આવેલ યુનીયન બેંકના બ્રાંચ મેનેજર પંકજ કૌશીક ખેડકર એ પોતાની ફરીયાદ જાહેર કરેલ હતી કે, કોઇ અજાણ્યા ચોર તા.૦૭/૦૧/૨૦૨૩ વહેલી સવારના ૬,૦૪/૨૦ વાગ્યાના સમયે કુતીયાણા દેવડા નાકા નજીક આવેલ યુનીયન બેંકના એ.ટી.એમ.ના શટર નું તાળુ તોડી પ્રવશે કરી એ.ટી.એમ.માં લગાડેલ સી.સી.ટી.વી. કેમેરા ઉપર કલર સ્પ્રે મારી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા એ.ટી.એમ.મશીન કટર મશીન વડે તોડી મશીનમાં જમા પડેલ રોકડ રૂપિયાની ચોરી કરવાની કોશીશ કરી ગુન્હો કરેલ હોય, જે અંગે પંકજ કૌશીક ખેડકર એ ફરીયાદ કરતા કુતીચાણા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A- 1121804230612/૨૦૨૩ 1.P.C. ક. ૪૫૭, ૫૧૧,૧૨૦બી મુજબનો ગુન્હો રજી. થયેલ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબનાઓ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની એ પોરબંદર જીલ્લાના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ હોય. જે અન્વયે એલ.સી.બી. P1 એચ.કે.શ્રીમાળીની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ખાનગી હકીકત આધારે ઉપરોકત ગુન્હાની ચોરી કરવા માટે ઉપયોગ કરેલ સાધનો તથા મોટર સાયકલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી થવા કુતીયાણા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.
પકડાયેલ મુદામાલઃ-
(૧) ચોરીનો પ્રયાસ કરવા માટે ઉપયોગ કરેલ બેટરીવાળુ કટર મશીન કી.રૂ. ૪૦૦૦/-
(૨) ચોરીનો પ્રયાસ કરવા માટે ઉપયોગ કરેલ કલર સ્પે નંગ-૧ કી.રૂ. ૧૦૦/-
(૩) ચોરીનો પ્રયાસ કરવા માટે ઉપયોગ કરેલ બજાજ કંપનીનું CT-100 મોટર સાયકલ-૧ કી.રૂ. ૧૫,૦૦૦/-
(૩) આરોપીઓની અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ, ૨૦,૦૦૦/-
આરોપી :-
(૧) પ્રેમશંકર રાજેન્દ્રસિંહ રાઘવ ઉ.વ.૨૪ રહે. મુળ ગામ બાજના ગામ પંડીત કી પોંકરીયા વિસ્તાર તા. રાજાખેડા જી. ધોલપુર રાજસ્થાન હાલ
કુતીયાણા સાંઢીયા શેરી ભીમભાઇ ઓડેદરાના મકાનમાં ભાડે થી તા.કુતીયાણા જી.પોરબંદર (૨) બાલીસિંહ રાધેશ્યામ રાઘવ ઉ.વ.૪૦ રહે. મુળ બાજના ગામ કુમાર ગલી તા. રાજાખેડા જી. ધોલપુર રાજસ્થાન હાલ કુતીયાણા સાંઢીયા શેરી
ભીમભાઇ ઓડેદરાના મકાનમાં ભાડે થી તા.કુતીયાણા જી.પોરબંદર
(૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ–
આ કામગીરીમા પોરબંદર LCB PI શ્રી એચ.કે.શ્રીમાળી, ASI બટુકભાઇ વિઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, HC જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, હરેશભાઇ આહિર, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, કુલદિપસિંહ જાડેજા, P` દિલીપભાઇ મોઢવાડીયા, વિરેન્દ્રસિંહ દશરથસિંહ, WHC નાથીબેન કુછડીયા, ડ્રા. PC ગોવિંદભાઇ માળીયા, રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.