પોરબંદર સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ સમોરોહ યોજાયા

સરકારે લોકોની પાયાની સુવિધા વધારવા અભિયાન રૂપે કામ કર્યું છે:- બાબુભાઈ બોખીરીયા
જિલ્લાના ૧૬ ગામોમાં ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો:- ગોસા,અમરદડ સહિતના ગામોમાં કાર્યક્રમ યોજાયો
પોરબંદરમાં આવાસ યોજનામાં અત્યાર સુધીમાં ૩૩૬ અવાસો પુર્ણ થયા

પોરબંદર તા.૧૨,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગરથી ૪૨,૦૦૦ થી વધુ આવાસોના લોકાર્પણ કર્યા તે પ્રસંગે પોરબંદર જિલ્લામાં ૧૬ ગામોના લાભાર્થીઓઓ રાજ્ય કક્ષાના ગાંધીનગરના કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.
પોરબંદરમાં ગોઢાણિયા કોલેજ ખાતે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર કે.ડી.લાખાણી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૬ ગામોમાં ગૃહ પ્રવેશ અને લાભાર્થીઓને ચાવી અર્પણ કરવાના કાર્યક્રમમાં ગોસા ખાતે ડીડીઓ કે.બી. ઠક્કર તેમજ અમરદડ ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રેખાબા સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪૩૮ લાભાર્થીઓને ઘરના ઘરનુ સપનુ સાકાર કરવા આવરી લેવાયા છે. જે અંતર્ગત ૩૩૬ આવાસોના કામ પૂર્ણ થયા છે. જેમા ૧૨ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, ૧૯૯૫ પછી રાજ્યમાં વિકાસયાત્રા ઝડપી બની છે. પહેલા કરતા લોકોની સુખ-સુવિધામાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગોસા ખાતે ડી.ડી.ઓ . કે.બી.ઠક્કર અને મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરવામાં આવી હતી રાણાવાવના અમરદડ ગામે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના હસ્તે લાભાર્થીઓને ચાવી અર્પણ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતેથી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં અશોકભાઈ મોઢા, અધિક કલેકટર એમ.કે. જોષી, નગરપાલિકાના સભ્યો તેમ જ પ્રાંત અધિકારી જાડેજા ચીફ ઓફિસર તેમજ લાભાર્થીઓને ઉપસ્થિત રહ્યા હતા.
