જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઈ.ટી.આઈ પોરબંદર ખાતે ભરતી મેળો યોજાયો
ભરતીમેળામાં ૬૫ જેટલા રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરાઈ
પોરબંદર.તા.૩૧, જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઈ.ટી.આઈ,પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ ઓદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં રાજકોટની સિનનોવા ગીયર્સ & ટ્રાન્સમીશન પ્રા.લી અને જામનગરની યેલ્લો ગોલ્ડ કોમ્પોનેનટસનાં કંપનીનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત રહેલ નોકરીદાતા દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૬૫ રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.
આ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલ વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
