૧૫ મી મે થી ikhedut પોર્ટલ પર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે અરજીઓ શરૂ
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.inપોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના તમામ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.
પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાનારહેશે.
વધુમાં અન્ય ખેતીવાડીની સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.