પોરબંદર રેડક્રોસની વિવિધ સમિતિઓ જાહેર
◆◆◆◆◆◆◆◆◆
રેડક્રોસની સેવાને વધુ વેગવંતી કરવા 10 કન્વીનરોની નિમણુંક.
વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સંસ્થા રેડક્રોસ સોસાયટી વિશ્વ શાંતિના સંદેશા સાથે સમગ્ર વિશ્વમાં માનવ સેવાનું કાર્ય કરી રહી છે, ત્યારે પોરબંદર રેડક્રોસ સોસાયટીના નવા ચેરમેન અને હોદ્દેદારોની પસંદગી બાદ હવે રેડક્રોસની સેવા પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા નવનિયુક્ત ચેરમેન લાખણશી ગોરાણીયાએ 10 જેટલી સમિતિઓના કન્વીનરોની નિમણુંકોની જાહેરાત કરી છે.
◆ 10 સમિતિના કન્વીનરોની નિમણુંક :
પોરબંદર રેડક્રોસ સોસાયટીની મેનેજિંગ કમિટીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની 10 સમિતિની રચના કરવામાં આવી છે. આ દરેક સમિતિમાં કન્વીનર અને સાત સભ્યો રહેશે. આ તમામ સમિતિઓ પોતપોતાના ક્ષેત્રમાં વધુને વધુ સેવા પ્રવૃત્તિનો વ્યાપ વધારવા કાર્યરત રહેશે. જેમાં હેલ્થ સમિતિના કન્વીનર તરીકે ડો. અશોક ગોહેલ, પ્રાથમિક સારવાર સમિતિના કન્વીનર અરવિંદ રાજ્યગુરુ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિના કન્વીનર ત્રિલોક ઠાકર, ફાઇનાન્સ સમિતિના કન્વીનર બિંદુબેન થાનકી, રક્તદાન સમિતિના કન્વીનર દિપક વાઢીયા, થેલેસેમિયા જાગૃતિ સમિતિના કન્વીનર કમલકાંત શર્મા, વ્યસન મુક્તિ સમિતિના કન્વીનર કેતન પટેલ, ટીબી અને એઇડઝ જાગૃતિ સમિતિના કન્વીનર વિમલ હિંડોચા, યુથ રેડક્રોસ સમિતિના કન્વીનર પ્રો. નયન ટાંક અને જુનિયર રેડક્રોસ સમિતિના કન્વીનર તરીકે ધવલ ખુટીની નિમણુંક કરવામાં આવી છે.
આ તમામ સમિતિઓ પોરબંદર રેડક્રોસ સોસાયટીની મેનેજિંગ કમિટીના માર્ગદર્શન હેઠળ દરેક સેવાકીય ક્ષેત્રે કાર્યરત રહેશે. આવા સુંદર સેવાકાર્ય માટે સંભાળેલી જવાબદારીઓ બદલ તમામ કન્વીનરોને ચેરમેન લાખણશી ગોરાણીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.