વિશ્વકર્મા મહિલા મંડળ-સલાટ સમાજ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયુ
200 બાળકોઍ ભાગ લીધો
પોરબંદરના વિશ્વકર્મા મહિલા મંડળ-સલાટ સમાજ દ્વારા સલાટ સમાજ ના બાળકો માં રહેલ વિવિધ સર્જનાત્મક કલા ઓ વિકસે અને પ્રોત્સાહન મલે તે શુભ ઉદેશયથી કસ્તુરબા ગાંધી રોડ નજીક સલાટ સમાજ કોંમ્યુનિટી હોલ ખાતે તા.13 અને 14 મેં 2023 ને શનીવાર ને રવિવાર સાંજે 5 થી 7 વિવિધ સ્પર્ધાઓ જેવીકે વેસ્ટ ઓફ બેસ્ટ ,એક મિનીટ , ટેલન્ટ શૉવ, દેશભક્તિ પર વેશભુષા , ફુડ વિધાઉટ ફાયર નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા kg ના બાળકો થી કોલેજના યુવાનોએ ભાગ લીધો હતો, અંદાજે 200 જેટલા બાળકો ઍ પોતાના મા રહેલ વિવિધ કલા ઓ કંડારી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માધવી દિલિપ પરમાર, રિધ્ધિ હિતેશ પરમાર, પૂનમ વિશેષ પરમાર, અલ્પા નિલેષ મકવાણા, પૂજા દેવાંગ ડાભી તેમજ મહિલા મંડળની સભ્ય બહેનોઍ જેહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
Please follow and like us:
CATEGORIES Porbandar