પાયોનિયર ક્લબ લેડીઝ વીંગ અને સાગરપુત્ર સમન્વય દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઈ
ગત રોજ તા.28/5/2023 ને રવિવારના રોજ પાયોનિયર ક્લબ પોરબંદર,પાયોનિયર ક્લબ લેડીઝ વીંગ અને સાગરપુત્ર સમન્વય દ્વારા રત્નસાગર હોલ ખાતે
બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન તેમજ બહેનો માટે ઠંડાઈ અને શરબતની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડાન્સ કોમ્પિટિશન માં બાળકોને A અને B ગ્રુપમાં અલગ અલગ પ્રથમ,દ્વિતીય અને તૃતીય આવેલ બાળકોને શિલ્ડ અને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
ડાન્સ કોમ્પિટિશનમાં ટોટલ 36 બાળકોએ ભાગ લીધો હતો.
બહેનો માટે ઠંડાઈ અને શરબતની હરીફાઈ માં પણ પ્રથમ,દ્વિતીય અને તૃતીય આવેલ બહેનો ને પણ મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા હતા.
બહેનોની હરિફાઈ માં ટોટલ 17 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ અવસરે પોરબંદરના ડો.સુરેશભાઈ ગાંધી,DSO પ્રવીણાબેન પાંડાવદરા,શહેર Dy. SP નીલમબેન ગૌસ્વામી, અને ખારવા સમાજ વાણોટ શ્રી પાવનભાઈ શિયાળ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.આયોજનમાં ક્લબના મેમ્બર્સ લીલાબેન મોતીવરસ,ઉમાબેન ખોરાવા,દીપાબેન ચાવડા,હેતલબેન સાણથરા,દેવશ્રી ખોરાવા,મહેન્દ્રભાઈ જુંગી, હરજીવનભાઈ કોટીયા,દિલીપભાઈ ગંધા,જ્યેન્દ્રભાઈ ખૂંટી,કેતન પટેલ,જયેશ માંડવિયા,યક્ષ ખોરાવા તેમજ ક્લબના મેમ્બર્સ અને બાળકોના વાલીઓએ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમ ના સ્પોન્સર પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા છે.