યુવાનોને વિદેશ મોકલવામાં છેતરપિંડી આચરનાર ત્રણ ઝડપાયા :27 પાસપોર્ટ રિકવર કરાયા


વિદેશમાં જવાની યુવાનોને હોડ લાગી છે ત્યારે અનેક યુવાનો વિદેશ જવાના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ બને છે અને રૂપિયા ગુમાવે છે પોરબંદર ના અનેક યુવાનો આ ચૂંગાલમાં ફસાયા હતા જેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે ત્રણ શખ્સોને પકડી 17 લાખ જેટલી રકમ તથા 27 ભારતીય પાસપોર્ટ રિકવર કર્યા છે .
પોરબંદર અને ભાણવડના 14 જેટલા યુવાનોને સિંગાપુર નોકરી આપવાના બહાને રૂપિયા ખંખેરી નાખવાના કૌભાંડ નો પરડા ફાસ થયો છે પોરબંદરના એક યુવાને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં તારીખ 16 3 2022 ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોરબંદર બોખીરા વિસ્તારમાં રહેતા દેવશી ઉર્ફે દેવ કનૈયાલાલ પરમાર યુવાનોને નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રૂપિયા તથા ભારતીય ઓરિજનલ પાસપોર્ટ લઈ લીધા હતા.તેની સાથે અન્ય બે શખ્સો પણ હતા જેઓ એ આ કામગીરી માં સહકાર આપતા હતા.
પોરબંદર ના સુદામા ચોક માં હોવાની બાતમી ના આધારે પોલીસે કરી ધરપકડ
17 લાખ ની છેતરપીંડી આચરી દેવશી 2022 બાદ બે દિવસ પહેલા પોરબંદર ના સુદામા ચોક વિસ્તારમાં હોવાની બાતમી મળતા કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ના પી એસ આઈ આર કે કામબરિયા તથા સ્ટાફે તેને ઝડપી પુછપરછ હાથ ધરી હતી.
પોરબંદર માં ઓમ એકેડમીના સંચાલક ની પણ ધરપકડ કરાઈ
પોરબંદર કીર્તિ મંદિર પોલીસે દેવસી ની પુછપરછ કરતા તેને અન્ય બે શખ્સો ના નામ આપ્યા હતા જેઓ પણ આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતા જેમાં પોરબંદર કમલાબાગ પાસે ઓમ એકેડમી ચલાવતા કેયુર ભાનુ પ્રતાપ જોશી તથા મુખ્ય સૂત્રધાર અરાવલી જિલ્લા ના જનાલી ગામનો વિપુલ ચંદુભાઈ ચૌધરી હતો.
પોરબંદર પોલીસે અરવલ્લી જઇ 27 ભારતીય પાસપોર્ટ રિકવર કર્યા
પોરબંદરના આરોપી દેવસી ના જણાવ્યા અનુસાર મુખ્ય સૂત્રધાર અરાવલીના જનાલી ગામે રહેતા વિપુલ ચંદુ ચૌધરીને પકડવા માટે પોરબંદર પોલીસ અરાવલી ગઈ હતી અને અરાવલીના જનાલી ગામના વિપુલ ની ધરપકડ કરી પોલીસે 27 જેટલા ભારતીય પાસપોર્ટ રિકવર કર્યા હતા.
ઓછા ખર્ચે વિદેશની લાલચ આપનારા ઓથી સાવધાન સતર્ક રહે : પોરબંદર પોલીસ
પોરબંદરના ડીવાયએસપી સુરજિત મહેડુંએ મીડિયાના માધ્યમ થી જણાવ્યું હતું કે લોકો વિદેશ જવાની હોડ માં ઓછા ખર્ચે અને લોભામણી જાહેરાતો માં ન લલચાય અને છેતરપીંડી નો ભોગ બને ત્યારે ક્યાંય પણ શંકાસ્પદ જણાય તો પોલીસનો તુરંત સમ્પર્ક કરવાસ જણાવ્યું હતું
