પોરબંદરમાં પતિએ જ કરી પત્નીની હત્યા


હત્યા બાદ ભાણેજને લઈ જા નહીં તો તેને પણ પતાવી દઈશ પતિએ સાળાને ફોન કર્યો
આઠ વર્ષ પહેલાં બંનેએ કર્યા હતા લગ્ન
પતિને હતી પત્નીના ચારિત્ર પર શંકા
પતિ છેલ્લા ઘણા સમયથી કામ કરતો ન હતો
પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલય પાછળ રહેતા એક પરિવારમાં આજે વહેલી સવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડામાં પતિએ પત્નીને ગળુ દાબી મોતને ઘાટ ઉતારી હતી હત્યા બાદ પતિએ તેના સાળાને ફોન કર્યો હતો તાત્કાલિક શાળાએ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્તરે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.
પોતાના હાથે થી જ ગળે ટુપો આપી પતિએ કરી પત્નીની હત્યા
પોરબંદર ચાણક્ય વિદ્યાલય પાછળ રહેતા રામભાઈ ગોરસેરા એ તેની પત્ની મનીષા ગોરસેરા (ઉંમર 28) સાથે આઠ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને તેમનેદોઢ વર્ષનો પુત્ર પણ છે ટ્રક ડ્રાઇવર નો વ્યવસાય કરતા રામ ગોર સેરા અને તેની પત્ની મનીષા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આજે વહેલી સવારે પણ ઝઘડો થતા રામ ગોરસેરાએ તેની જ પત્ની મનીષા ના ગળે હાથેથી ટુપો દઇ હત્યા કરી નાખી હતી.
તારા ભાણેજ ને લઈ જા નહીતો એનું મર્ડર કરી નાખીશ : સાળા શૈલેષ ને ફોન કર્યો
વહેલી સવારે મૃતક પત્ની મનીષા ના પતિ રામભાઈએ પોરબંદરમા જુબેલી વિસ્તારમાં રહેતા તેના સાળા શૈલેષભાઈ રાજુભાઈ કારાવદરા ને ફોન કરી કહ્યું હતું કે તારા ભાણેજને લઈ જા નહીં તો તેમને પણ મર્ડર કરી નાખીશ તારી બહેનને મેં ગળે ટૂંપો દઈ મારી નાખી છે શૈલેષભાઈના જણાવ્યા અનુસાર ફોન આવતા તાત્કાલિક 15 મિનિટમાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક પોલીસને ફોન કરી દીધો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લીધો હતો.
આરોપી પતિ છેલ્લા ઘણા સમયથી કોઈ કામ કરતો ન હતો
પોરબંદરના ગ્રામ્ય ડીવાયએસપી સુજીત મહેડુ એ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક મનીષા નો પતિ રામ ગોરસેરા નો વ્યવસાયે ટ્રક ચાલક હતો પરન્તુ છેલ્લા ઘણા સમય થી તે કોઈ કામ ન કરતો હતો .આથી આર્થિક પ્રશ્ન હતો અને પત્ની પર શંકા પણ કરતો હતો મૃતક મનીષાબેન ના આ બીજા લગ્ન હતા મનીષાના અગાઉ છૂટાછેડા બાદ રામ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. શૈલેષભાઈ એ આરોપી ને કડક માં કડક સજા થાય તેમ જણાવ્યું હતું
