ગુજરાત ખારવા સમાજ T-20 ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપ – ૨૦૨૩ શરૂ
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત પૂર્વ પ્રમુખ સ્વ. જશુભાઈ ગગનભાઈ શિયાળ ની સ્મૃત્તિ મા ગુજરાત ખારવા સમાજ T-20 ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપ – ૨૦૨૩ નુ આયોજન સાગર ક્રિકેટ ટીમ ના સહયોગ થી કરવામા આવેલ. તા. ૧૫-૦૫-૨૦૨૩ થી તા. ૨૧-૦૫-૨૦૨૩ સુધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે આ ટુર્નામેન્ટ રમાડવામા આવશે. ખારવા સમાજનું યુવાધન સ્વાસ્થય પ્રત્યે જાગૃત્તતા કેળવે તેમની અંદર ભાઈચારો, એકતા, ખેલદીલી નુ પ્રમાણ વધે અને યુવાનો રમત-ગમત પ્રત્યે અભિરૂચી કેળવે તેવા શુભ આશયથી આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવેલ છે. ટુર્નામેન્ટ ની શરૂઆત મહાનુભાવો હસ્તે દિપપ્રાગટય કરી કરવામા આવેલ, ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત મહાનુભાવો મા પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ ગોહેલ તથા કમીટી મેમ્બરઓ, સીનીયર કોચ રામભાઈ ઓડેદરા, ઉપસ્થિત હતા. આ ટુર્નામેન્ટ નુ સંચાલન સાગર ક્રિકેટ ટીમના વિજયભાઈ બાંદીયાવાલા અને તેમની ટીમ દ્વારા કરવામા આવેલ. ઓપનીંગ સેરેમની ના એન્કર તરીકે ની જવાબદારી કમલેશભાઈ ખોખરી દ્વારા સુંદર રીતે નીભાવવામા આવેલ. સતત ૭ (સાત) દિવસ સુધી ટુર્નામેન્ટ નુ જીવંત પ્રસારણ ગુજરાત સ્પોર્ટ લાઈવ યુ ટયુબ ઉપર કરવામા આવશે. આ T-20 ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે ખારવા સમાજ દ્વારા સર્વે લોકો ને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામા આવ્યું છે