પોરબંદર ખાતે કલા મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

પોરબંદર જિલ્લાના 770 નવોદિત કલાકારોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

તબલા, ભરતનાટ્યમ, લોકગીત, કવિતા લેખન ચિત્રકામ સહિતની સ્પર્ધાઓ યોજાઈ

પોરબંદર તા.20, ગુજરાત સરકારશ્રીના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ અને જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા.૧૯ના રોજ તાજાવાલા વાડી, પોરબંદર ખાતે યોજાઈ હતી. તબલા, ભરતનાટ્યમ, લોકગીત, કવિતા લેખન ચિત્રકામ સહિતની સ્પર્ધામા જિલ્લાના 770 નવોદિત કલાકારોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે સ્પર્ધામાં ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટરશ્રી કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ સ્પર્ધામાં જીતવા કરતાં સ્પર્ધામાં ભાગ લેવું તે પણ અગત્યનું હોય છે. યુવા પ્રતિભામાં પડેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા સરકારશ્રી દ્વારા ઉત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્પર્ધા પોરબંદર જિલ્લાના નવોદિત કલાકારોને ખૂબ જ ઉપયોગી નીવડશે.

આ કાર્યક્રમમાં કલા મહાકુંભમાં ૬૦૦ જેટલા અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ૧૭૦ મળી કુલ ૭૭૦ કલાકારોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. કલેકટરશ્રી સહિત મહેમાનોની ઉપસ્થિતિ કલાકારો યુવા કલાકારો અને વયસ્ક કલાકારોમાં બેવડો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કલાકારોએ લોકનૃત્ય અને ગરબા દ્વારા ઉદઘાટન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. શ્રીવીરેન્દ્ર પટેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ સ્વાગત પ્રવચનમા સ્પર્ધાની રૂપરેખા આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. કલાકારો તથા નિર્ણાયકો માટે આ કાર્યક્રમમાં સરકાર દ્વારા ચા-નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા કલાકારોને રોકડ પુરષ્કારથી સન્માનિત કરવામાં આવશે.

આ તકે શ્રીએમ.કે.જોષી નિવાસી અધિક કલેકટરશ્રી, પોરબંદર, પ્રાંત અધિકારીશ્રી એસ.એ. જાદવ, શ્રીઆદર્શ બસેર મામલતદારશ્રી, શ્રી આર.કે. ચૌધરી મામલતદારશ્રી, મદદનીશ માહિતીશ્રી જીતેન્દ્ર નિમાવત સહિત અધિકારીઓ, મહેમાનો તથા કલાકારો અને નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦ ૦૦૦ ૦૦૦

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!