સમાજ કલ્યાણ આદર્શ નિવાસી છાત્રાલય ખાતે “મહિલા કલ્યાણ દિવસ” અંતર્ગત મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

પોરબંદર .તા.૦૭, પોરબંદર જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” નિમિત્તે મહીલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી પોરબંદરનાં માર્ગદર્શન હેઠળ “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણીનાં ભાગરૂપે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન પોરબંદરના સમાજ કલ્યાણ આદર્શ નિવાસી છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ વિષે વિગતે માહિતી આપવામાં આવી હતી. તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ,મહિલા હેલ્પલાઈન તેમજ ઘરેલુ હિંસા અધિનિયમ, ૧૮૧ અભયમ અંગે માહિતી આપવામાં આવી હતી. આ તકે જેમાં પોસ્ટ વિભાગ, આઇસીડીએસ, આરોગ્ય વિભાગ સહિતનો સ્ટાફ ઉપસ્થીત રહ્યો હતો.
Please follow and like us:
