RSETI ધરમપુર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી ૨૦૧૩ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ
પોરબંદર.તા.૨૩, જીલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી પોરબંદર દ્વારા RSETI ધરમપુર પોરબંદર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી ૨૦૧૩ અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘મહિલાઓ સાથે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અંગેની વિષે વિસ્તૃત માહિતી કાયદા નિષ્ણાંત દિનેશભાઈ ડોડીયા દ્વારા આપવામાં આવી હતી. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની જનહિતલક્ષી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલ તથા જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે આયોજન અધિકારી બી.બી.પટેલ, જીલ્લા રોજગાર અધિકારી પરમાર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તથા મહિલા અને બાળ અધિકારી કચેરીના સ્ટાફ હાજર રહ્યો હતો.