પોરબંદર પીજીવીસીએલ દ્વારા ૭૦ વીજજોડાણોમાં ગેરરીતી કેસ માં કુલ રૂ. ૬૧.૧૪ લાખનો દંડ વસુલાયો
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ પીજીવીસીએલ) નિગમત કચેરીના વિજીલન્સ વિભાગ દ્વારા મળેલ ફરિયાદ તેમજ માહિતીના આધારે પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા ખોરાસા, પીપળવા, ગુઝારપુર, માંગરોળ શહેર તેમજ માધવપુના વિસ્તારમાં યુવીએનએલ પોલીસ તથા એમ આર પી. બંદોબસ્તને સાથે સખીને વીજ ચેકીગની કામગીરી હાથ ઘરવામાં આવેલ હતી, જેમાં તા.૨૦/૦૫/૨૦૨૩ના રોજ ઝુઝારપુર ગામમાં રાત્રી દરમ્યાન ચાલતી નાઈટ ક્રિક્સ ટુર્નામેન્ટમાં વીજ ચેકિંગ કરતા તેઓ પીજીવીસીએલની LT લાઈનમાંથી ડાયરેક્ટ વીજ વપરાશ કરતા ઝડપાયેલ હતા. જેને અંદાજીત 3.0 લાખની રકમનું વીજબીલ ફટકારવામાં આવેલ છે. તા.૨૨/૦૫/૨૦૩ ચોરવાડ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સોમનાથ-જેતપુર સવે પર ગડુ ગામે આવેલ વિરાસ હોટેલ રિસોર્ટમાં વીજ ચેકિંગ કરતા તેઓ એજ મીટર બાયપાસ કરી ડાયરેક્ટ વીજ વપરારા કરતા પકડાયેલ હતા તેઓને અંદાજાન-૨૫૦ લાખનું વીજબીલ ફટકારવામાં આવેલ છે. તથા પીપળવા ગામે આવેલ ગોકુલ પાન & ર્હોટલમાં વીજ ચેકિંગ કરતા તેઓ પણ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેક્ટ લઞરીયુ નાખી ગેરકાયદેસર વીજ વપરાશ કરતા પકડાયેલા હતા તેમને અંદાજીત ૧૨.૦૦ લામનો દંડ ફટકારવામાં આવેલ છે.
આમ, પોરબદર વર્તુળ કચેરી હેઠળ આવતા પોરવા, માંગરોળ શહેર તેમજ માધવપુર પેટા વિભાગીય કચેરી હેઠળના વિસ્તારમાં વીજ ચેંકીંગની કામગીરી કાય પરવામાં આવેલ હતો જેમાં કુલ ૭૦ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતી માલુમ પડતા કુલ રૂ. ૬૧.૧૪ લાખની દંડનીય આકારણીના બીલ કરવામાં આવ્યા છે. તેમજ પાવરચોરીમાં ઉપયોગમાં લીધેલ મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે