પોરબંદર જિલ્લાના રાતડી – વિસાવાડા ગામે ખનીજના ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહ ની તપાસ માં અનેક ટ્રકો ઝડપાઇ

જિલ્લા કલેકટર પોરબંદરના માર્ગદર્શન તથા વડી કચેરીની સૂચના મુજબ પોરબંદર તા.09/01/2024
ખાણ ખનીજ ટીમ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના રાતડી – વિસાવાડા ગામે ખનીજના ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહ અંગેની તપાસણી હાથ ધરવામા આવેલ જે અન્વયે નીચે મુજબનો મુદ્દામાલ સીઝ કરી મિયાની મરીન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ.

  1. વિસાવાડા ગામ ખાતે માલિક  દેવજીભાઈ મશરીભાઈ મારૂના ટ્રક નં.GJ-11-U-8719 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 11 મે. ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 7 લાખ
  2. રાતડી ગામ ખાતે માલિક રમેશભાઈ વીરાભાઈ મોરીના ટ્રક નં.GJ-07-X-6643 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 10 મે.ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 10 લાખ
  3. રાતડી ગામ ખાતે માલિક રનમલભાઈ કારાભાઈ સુંદાવદરાના ટ્રક નં.GJ-09-V-5760 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 12 મે.ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 8 લાખ
  4. રાતડી ગામ ખાતે માલિક રાજેશભાઈ કરશનભાઈ માણેકના ટ્રક નં.GJ-11-t-9497 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 8.510 મે.ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 12 લાખ
  5. રાતડી ગામ ખાતે માલિકશ્રી ઘેલુંભાઈ હીરાભાઈ ચમડીયાના ટ્રક નં.GJ-07-X-7747 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 10 મે.ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 7 લાખ
    તા.10/01/2024
    ખાણ ખનીજ ટીમ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ખનીજના ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહ અંગેની તપાસણી હાથ ધરવામા આવેલ જે અન્વયે નીચે મુજબનો મુદ્દામાલ સીઝ કરી માધવપુર પોલીસ સ્ટેશનને કબ્જો સોંપેલ.
  6. માધવપુર ગામ ખાતે માલિક કાંધાભાઈ કારાભાઈ કડછાના ટ્રક નં.GJ-06-Xx-7039 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 11 મે. ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 7 લાખ
  7. માધવપુર ગામ ખાતે માલિક પરેશભાઈ અરજણભાઈ કરગથીયાના ટ્રક નં.GJ-03-BT-8225 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 12 મે. ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 8 લાખ
  8. માધવપુર ગામ ખાતે માલિક  વિજયભાઈ દેવશીભાઈ ડાકીના ટ્રક નં.GJ-13-U-9742 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 11 મે. ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 10 લાખ
  9. માધવપુર ગામ ખાતે માલિક લીલાભાઈ અરજણભાઈ ભરડાના ટ્રક નં.GRY-4798 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ 11 મે. ટન વહન કરતા અટક્યાત કરેલ. ખનિજ સાથે મુદ્દામાલની અંદાજિત કિંમત 4 લાખ
    ઉકત તમામ જવાબદાર ઈસમો સામે જીએમપીઆઇટીએસ 2017 ના નિયમો અનુસાર ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!