પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોત બનીને લટકતા વીજ વાયરોનું સમારકામ કરવા રજૂઆત
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોત બનીને લટકતા વીજ વાયરોનું સમારકામ કરવા રજૂઆત કરવામાં આવી છે. અહીંના 1 ખેડૂત દ્વારા 19 દિવસ અગાઉ લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ પીજીવીસીએલ કચેરી દ્વારા હજુ કોઈ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પોરબંદર તાલુકાના ગ્રામ્ય તથા વાડી વિસ્તાર વીજ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને આ વિસ્તારમાં વીજ ફોલ્ટને કારણે વારંવાર વીજ પ્રવાહ ખોરવાઈ રહ્યો છે અને આ વિસ્તારમાં વીજ પોલ તથા વિજવાયરો પણ મોત બની અને લટકી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારના નટવર ગામના ખેડૂતે ગત તારીખ 8-5-2023 ના રોજ એવી લેખિત રજૂઆત કરી છે કે મારા ખેતરમાં જે એલટીની લાઈન જાય છે તે એલટી ની લાઈન નવી જ વાયરો નીચે નમી ગયા છે અને આવા એજ વાયુઓને તાત્કાલિક ધોરણે ખેંચવામાં આવે તથા તેનું સમારકામ કરવામાં આવે નહીં તો આવા જ વાયરો હોય અકસ્માત સર્જ છે અને કોઈ જાનહાની થશે તે પહેલા આનું સમારકામ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત પણ કરી હોવા છતાં તંત્ર એ આ જ 19 દિવસ થઈ ગયા હોવા છતાં પણ આ અરજી ઉપર કોઈ કાર્યવાહી કરી નથી અને હજુ સુધી પણ આ વિજવાયરો મોત બની અને લટકી રહ્યા છે
તો સમગ્ર બરડા પંથકમાં ઘણી બધી જગ્યાએ આવા વીજવાયરો તથા વીજપોલ અને સબ સ્ટેશન નોંધ બનીને ઝળુંબી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે આવા વિજવાયરો તથા વીજ પોલ અને સબ સ્ટેશન સર્વે કરી અને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેથી આવનાર ચોમાસામાં પણ કોઈ જાનહાની ન થાય અને વીજ પ્રવાહ પણ ના ખોરવાય તો વહેલી તકે આવી જ વાયરો નું સમારકામ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોએ માંગ કરી છે.