પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ બી.એ સેમેસ્ટર 6′ મુખ્ય વિષય હિન્દી’નું ઉજ્જવળ પરિણામ.


પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજનું બી.એ. સેમેસ્ટર 6 નું મુખ્ય વિષય હિન્દીનું ઉજ્જવળ પરિણામ આવ્યું. આઠ આઠ દાયકાથી સ્ત્રી શિક્ષણની જ્યોત જગાવતી અને વિદ્યાર્થીનીઓમાં શિસ્ત, સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરતી આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હિન્દી વિભાગની સેમેસ્ટર 6 ની વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી સંસ્થા ,હિન્દી વિભાગ અને માતા પિતાનું નામ રોશન કર્યું છે. માર્ચ 2023 માં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા લેવાયેલી વિનયન વિદ્યાશાખાની પરીક્ષામાં કોલેજની સેમેસ્ટર 6 ની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે જેમાં કુ. ડિમ્પલ જે. બામણીયા 84% સાથે પ્રથમ ક્રમે, ‌કુ. નીતા કે. ઓડેદરા 81.85% દ્વિતીય ક્રમે અને કુ. રેખા કે સુંડાવદરા 80.28% તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમભાઈ નાગર સાહેબ, હિન્દી વિભાગના અધ્યક્ષા ડો. શાંતાબેન કે. મોઢવાડિયા, ડૉ. રાજેન્દ્રભાઈ ચૌધરી,પ્રો. અર્ચનાબેન મોઢવાડિયા,પ્રો.કિરણબેન ઓડેદરા તથા કોલેજના સમગ્ર અધ્યઆપકગણે ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા તથા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!