પોરબંદર શાખાની વાર્ષિક સભાનું આયોજન,પદાધિકારીઓની ઘોષણા
તારીખ 22 5 2023 ના સોમવાર ના રોજ વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલ પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા ની વાર્ષિક સભા નું આયોજન થયેલ, આ મિટિંગની શરૂઆત વંદે માતરમ ગાન સાથે તથા ભારત વિકાસ પરિષદના પ્રાંતના અધિકારીઓ દ્વારા દીપ પ્રગટ્યા કરી શરૂ કરવામાં આવી હતી, આ મીટીંગ ના એજન્ડા મુજબ પ્રાંતિય અધિકારીઓ દ્વારા પોરબંદર શાખાના નવનિયુક્ત પદાધિકારીઓની ઘોષણા કરવામાં આવી હતી, પોરબંદર શાખાના અધ્યક્ષ તરીકે રામેશ્વરલાલજી કુમાવત (નવોદય વિદ્યાલય ના પ્રધાનાચાર્ય), પોરબંદર શાખાના સચિવ તરીકે નિલેશભાઈ રૂઘાણી, પોરબંદર શાખાના ખજાનચિ તરીકે મિલનભાઈ મસાણી, પોરબંદર શાખા ના મહિલા સંયોજીકા તરીકે પ્રજ્ઞાબેન ગજ્જર ની નિયુક્તિ પ્રાંતીય અને રીજનલ અધિકારીઓ વિનોદભાઈ લાઠીયા રીજનલ જોઈન્ટ સેક્રેટરી ભારત વિકાસ પરિષદ, જેઠસુરભાઈ ગુજરીયા રીજનલ સેક્રેટરી સંપર્ક વિભાગ, પ્રફુલભાઈ ગોસ્વામી અધ્યક્ષ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત, કરસનભાઈ મેતા સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત, કમલેશભાઈ ખોખરી ખજાનચી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત, ની હાજરીમાં 50 થી વધારે સભ્યો ની હાજરી મા શપથ લેવડાવી જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી, વિનોદભાઈ લાઠીયા દ્વારા ભારત વિકાસ પરિષદની દેશ ભર મા 1500 થી વધુ શાખાઓ છે,તેમજ અન્ય કામગીરી ની માહિતી બધાને આપી હતી, કમલેશભાઈ ખોખરી દ્વારા સર્વેનો શાબ્દિક આવકાર આપેલો હતો, કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ ખોખરી તેમાં નિલેશભાઈ રૂધાણી દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ ના અંતે નિલેશભાઈ રૂઘાણી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.