રોટરી કલબ ઓફ પોરબંદર દ્વારા સુદામા જોળી રાશન કીટનું વિતરણ

જન્માષ્ટમીના પાવન અવસર પર, રોટરી કલબ ઓફ પોરબંદરે એક મહત્વપૂર્ણ સેવાકાર્યનું આયોજન કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત 150 જરૂરિયાતમંદ પરિવારોને સુદામા જોળી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
રોટરી કલબના પ્રમુખ દિવ્યેશ સોઢાએ ખાસ રજુઆત કરતાં જણાવ્યું કે, “અમારો મુખ્ય હેતુ સમાજના જરૂરિયાતમંદ વર્ગને મદદરૂપ થવાનો છે, ખાસ કરીને તહેવારોના પ્રસંગે જયારે દરેક વ્યક્તિને ખુશીની જરૂર હોય છે.”
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી કલબના તમામ સભ્યોએ વિશેષ પ્રયત્નો કર્યા, અને આ કામગીરીમાં શહેરના સેવાભાવી લોકોનું પણ અનમોલ યોગદાન રહ્યું.
આ કાર્યક્રમ દ્વારા રોટરી કલબ ઓફ પોરબંદરે સમાજમાં સંવેદનશીલતા અને સમાનતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કડી પુરું કરી છે.
Please follow and like us:
