રાણાવાવ ના રામગઢ ગામે આંબાવાડી ની મુલાકાતે પોરબંદર કલેક્ટર
આંબાવાડી ના વિકાસ માટે શક્ય તમામ મદદની ખાતરી આપી
રાણાવાવ તાલુકાના રામગઢ ગામે પોરબંદર જિલ્લા કલેક્ટર કે ડી લાખાણી એ પંચાયત હસ્તકની આંબાવાડી ની મુલાકાત લીધી હતી… મુલાકાત દરમિયાન પંચાયતના આ સરાહનીય કાર્યને બિરદાવ્યું હતું તેમજ ભવિષ્યમાં આ આંબાવાડીનો તમામ પ્રકારે વિકાસ થાય એ માટે સૂચનો કર્યા હતા તથા સરકારશ્રીના વિવિધ વિભાગોમાંથી મળતી મદદ કરવાની ખાતરી આપી હતી તેમજ અહીંની ઓર્ગેનિક કેસર કેરીનું પ્રોપર બ્રાન્ડિંગ થાય ,માર્કેટિંગ થાય ,તેમજ પંચાયતને આ આંબાવાડી માંથી સારી આવક થાય એ માટે સૂચનો કર્યા હતા. ત્યારબાદ તેઓએ પંચાયત કચેરી ની મુલાકાત લઈ ગ્રામ્ય દફ્તર તપાસણી કરી હતી તેમજ ગામની સ્થાનિક માહિતી નો તાગ મેળવ્યો હતો….
કલેકટર ની આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી પીડી વાંદા સાહેબ, મામલતદાર વાઘેલા, સરપંચ નાથાભાઈ ઓડેદરા ,તલાટી કમ મંત્રી એ.એમ.અમલાણી, ગામ આગેવાન વીરાભાઇ મકવાણા, આસિસ્ટન્ટ શિક્ષક પોપટભાઈ ખુટી, આંબાવાડી ના રખેવાળુ કરતા રણમલ આતા આરોગ્ય વર્કર વિપુલભાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
વધુમાં રામગઢ ગામે વરસ પહેલાં વાવેલ વિચારને ફળ આવ્યાં. રામગઢ ગામે સરકારી પડતર જમીન પર ચારસો જેટલા આંબાનું વાવેતર કરી ઉછેર કર્યો. જુદી જુદી સરકારી યોજનાઓ અને મનરેગા યોજનાની મદદથી સ્વરોજગારીની સાથે આંબાવાડી બનાવી. આ આંબાવાડીમાં આ વરસે ઘણા આંબામાં કેરી આવી.
પ્રથમ વખત કેરીનો વેળ નાખતી વખતે પોરબંદર જિલ્લા કલેટકર કે.ડી. લાખાણીએ ઉપસ્થિત રહી કેરી ઉતારી. કલેકટરએ રામગઢ ગ્રામજનોને અભિનંદન આપી બિરદાવ્યા. બીજા ગામોએ આ બાબતની નોંધ લઈ અને આ રીતે પંચાયતોએ પગભર બનવા કાર્ય કરવું જોઈએ. આ સાથે કુતિયાણા પ્રાંત અધિકારી પી.ડી. વાંદાએ ઘટતી સુવિધાઓ માટે જયાં જરુર પડે ત્યાં મદદરુપ થવા હાંકલ કરી હતી. રાણાવાવ મામલતદાર વાય. એસ. વાઘેલાએ આ બાગને વધુ વિકસિત બનાવવા સમગ્ર ટીમ સાથે મળી આ યોજના સફળ બનાવવા જણાવ્યું હતું.
પર્યાવરણ અને આવક બન્ને દ્રષ્ટિએ આ કાર્ય સરાહનીય છે. આવા કાર્યથી પંચાયત પોતાની આવક પણ ઉભી કરી શકે છે. આ સફળ પ્રયોગ માટે રામગઢ સરપંચશ્રી નાથાભાઈ અને ઉપ સરપંચ વિરાભાઈએ જહેમત ઉઠાવી હતી. આ આંબાને બાળકની જેમ વહાલથી ઉછેર કરવામાં ભાગલા વોહરાનું બિરદ પામેલા રણમલઆતા સૌ ઉપસ્થિત અધિકારીઓ કર્મચારીઓએ બિરદાવ્યા હતા. સંપૂર્ણ ઝેર મૂકત અને પ્રાકૃતિક પધ્ધતિથી તૈયાર થયેલ કેરી દેખાવ અને સ્વાદમાં પણ અજોડ છે. આવતા વરસથી આ બાગમાં મબલખ ઉત્પાદન આપશે.