Watch “બંદર પર વાવાઝોડાની પરિસ્થિતિ સમયે 11 અલગ અલગ સિગનલ શુ સૂચવે છે ! cyclone signal” on YouTube

બંદર પર વાવાઝોડાની પરિસ્થિતિ સમયે 11 અલગ અલગ  સિગનલ શુ સૂચવે છે !

નિમેષ ગોંડલીયા
પોરબંદર

હાલ ગુજરાત ભરમાં બીપરજોય  વાવાઝોડું સક્રિય બન્યો છે ત્યારે આ વાવાઝોડામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ અપાતી હોય છે અને હવામાન વિભાગની સૂચના પ્રમાણે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા બંદર પર અલગ અલગ 11 જેટલી નિશાનીઓ સિગ્નલો લગાવવામાં આવતા હોય છે કઈ રીતે આ સિગ્નલો લગાવવામાં આવી આવે છે અને આ સિગ્નલો શું સૂચવે છે!

અલગ અલગ સિગ્નલો અલગ અલગ સંકેત આપતા હોય છે

આજે પોરબંદરના બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ રીતે અલગ અલગ સિગ્નલો વાવાઝોડું કેટલું ભયાનક છે તેનો સંકેત દર્શાવતું હોય છે જેમાં નીચે મુજબ 11 પ્રકારના અલગ અલગ સંકેતો છે

સિગ્નલ નમ્બર 1 : હવા તોફાની સપાટી વાળી છે કે નથી વાવાઝોડું છે કે નથી તેની ચેતવણી ની નિશાની આપે છે

સિગ્નલ નંબર 2 વાવાઝોડું થયું છે નંબર એક અને નંબર બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે.

સિગ્નલ નંબર 3  :સપાટી વાળી હોવાથી બંદર ભય માં છે.

સિગ્નલ નંબર 4 :વાવાઝોડા થી બંદર ભાઈ માં છે પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના પગલાં લેવાની જરૂર પડે

સિગ્નલ નંબર 5: થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે જેથી બંદરમાં ભારે હવાનો સંભવ છે.

સિગ્નલ નંબર 6 : ભય થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર દિશા તરફનો કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદરમાં ભારે હવાનો સંભવ છે.

સિગ્નલ નંબર 7 ભય પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરેથી ઉપર થઈને પસાર થવાનો સંભવ છે જેમાંથી બંદરે ભારે તોફાન હવાનો સામનો કરવો પડે.

સિગ્નલ નંબર 8 :મહાભય ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થશે

સિગ્નલ નંબર 9 :મહાભય ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થશે.

સિગ્નલ નંબર 10 મહાભય ભારે જોર વાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.

સિગ્નલ નંબર 11: તાર વ્યવહાર બંધ કોલ બા હવા ચેતવણીના કેન્દ્ર સાથેનો તાર વ્યવહાર ખોવાઈ ગયેલ છે જેથી સ્થાનિક અધિકારીનું માનવું છે કે ખરાબ હવામાનનો ભય છે.

આ ઉપરાંત રાત્રિના સમયે પણ લાલ લાઈટ ની નિશાની પણ સિગ્નલ સ્વરૂપે વાવાઝોડાની આગાહી સૂચવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!