ખીદમત-એ-ખલ્ક ગ્રુપ ના પ્રયાસો થી બન્ને હાથ નથી તેવા યુવાન ને આધુનિક સેન્સર થી ચાલતા હાથ ટ્રસ્ટ દ્વારા ફિટ કરાવાશે

પોરબંદર ના યુવાન ના બંન્ને હાથ નથી, પણ ખીદમત-એ-ખલ્ક ગ્રુપ ના પ્રયાસો થી બન્ને હાથ સાથે જોવા મળશે….!
બન્ને હાથ નથી તેવા યુવાન ને આધુનિક સેન્સર થી ચાલતા હાથ ટ્રસ્ટ દ્વારા ફિટ કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ

પોરબંદર ના એક સામાન્ય પરિવાર માંથી આવતા ટેલેન્ટેડ અને બન્ને હાથ નથી તેમ છતાં પોતાની કલા થી લોકો ને અભિભૂત કરનાર મુનીર દલ નામ ના યુવાન ને સામાજિક અગ્રણી વી.જે. મદરેસ્સા ના સેક્રેટરી અને હનીફા એજ્યુ. ટ્રસ્ટ ના મેને. ટ્રસ્ટી અને પોરબંદર છાયા નગરપાલિકાના સદસ્ય ફારૂકભાઈ સૂર્યા ની આગેવાની માં ચાલતા ખીદમતે ખલ્ક ગ્રુપ દ્વારા આ યુવાનના હાથ અંગે ચિંતા સેવી ને વેજ્ઞાનિક રીતે વિચારણા કર્યા બાદ આ યુવાન ને હાથ ફિટ કરી અપાવવા નીર્ધાર કર્યો હતો.
સામાન્ય નહિ પરંતુ આધુનિક હાથ ફિટ કરાશે
સામાન્ય રીતે દિવ્યાંગો ને હાથ કે પગ માત્ર દેખાવ ના જ ફિટ કરવામાં આવે છે પરંતુ આ યુવાન ને આધુનિક સેન્સર થી ચાલતા અને યુરોપ માં બનતા તેમજ હૈદ્રાબાદ ખાતે બાયોનિક ઇન્ડિયા ના નામે કમ્પની માં ફિટિંગ થતા હાથ આ યુવાન ને ટૂંક સમય માં ફિટ કરવામાં આવશે.
પોરબંદર ના મુનીર દલ જેના બંને હાથ નથી તેને હૈદરાબાદ ખાતે કૃતિમ હાથ માટે નો ખર્ચ ૬૫૦૦૦૦.૦૦ (રૂપિયા છ લાખ પચ્ચાસ હજાર છે) આ રકમ હનીફા સત્તાર એજ્યુ. એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી ચાલતા ખીદમતે ખલ્ક ગ્રુપ દ્વારા એકઠી કરી લેવામાં આવી છે અને આવનારા 1 માસ માં મુનીર દલ બન્ને હાથ સાથે જોવા મળશે તેમ મ્યુ. કાઉન્સિલર, નગરપાલિકા અને
મેનેજીંગ ટ્રસ્ટી હનીફા સતાર એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર ના ફારૂકભાઈ સૂર્યા એ જણાવ્યું છે.
યુવાન ની કલા
આ યુવાન મુનિર દલ ના હાથ નહિ હોવા છતાં પગે થી ચિત્ર દોરે છે અને અગાવ સ્કુલ માં અભ્યાસ દરમિયાન પોરબંદરમાં ગાંધીનિવાણ દિન નિમીતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં બે હાથ વગરનાં વિદ્યાર્થીએ પગ વડે સ્વચ્છ ભારતનું સુંદર ચિત્ર બનાવી પોતાની અદભૂત કલા વરસાવી હતી.
પોરબંદરની એમ.ઈ.એમ. સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે હાથે અપંગ હોવા છતાં સ્વચ્છ ભારતનું અદભૂત ચિત્ર પગ વડે બનાવી તેમના ચિત્રએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.મુનીરના પિતા પોરબંદરમાં બેકરીની દુકાન ચલાવે છે અને મુનીર એમ.ઈ.એમ. સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને હાથે અપંગ હોવા છતાં તેના મનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરવાની મહેચ્છા ધરાવે છે. તેણે અગાઉ પોરબંદરમાં યોજાયેલ ગુજરાત આઈડોલમાં ગીતોના મીઠા સૂર વહાવી હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેમાં પણ નંબર પ્રાપ્ત કર્યું હતું.
આગામી 1 માસ માં યુવાન તેના બન્ને હાથ સાથે સામાન્ય જીવન સુખમય રીતે જીવી શકશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!