મિલ્કત વહેંચી નાખ્યા બાદ માલીક બીજી વખત વહેંચી શકે નહીં. પોરબંદરની સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો.

આધુનિક જમાનામાં હવે મિલ્કત સંબંધેના ફ઼ોર્ડ ધીરે ધીરે વધતા જાય છે. આવા સંજોગોમાં પોરબંદરના એડીશ્નલ સીવીલ જજ ઠાકોર દ્રારા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ મહત્વનો ચુકાદો આપી બીજી વખત કરેલ દસ્તાવેજ રદ કરેલ છે. અને તે રીતે બીજી વખત વહેચનાર અને ખરીદનાર ને ચેતવણી રૂપ ચુકાદો આપેલ છે.

કેસની વિગત મુજબ પોરબંદરના ઉર્મીલાબેન રામજતી જતી દ્રારા
પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના પીપળીયા ગામની હદમાં રેવન્યુ સર્વે નં.૨૮/૨ ની જમીનમાં પાડવામાં આવેલા બીનખેતીના પ્લોટો પૈકી પ્લોટ નં.૮ પૈકી વિભાગ નં.”૨” ની જમીન ચો.વા. ૧૯૪-૦૦ તા.૦૪/૦૪/૨૦૦૮ નાંરોજ
૨જી. દસ્તાવેજથી જમીન ખરીદ કરેલી હતી. પરંતુ કોઈ કારણોસર રેવન્યુ રેકર્ડમાં આ દસ્તાવેજની એન્ટ્રી પડેલ નહીં. અને તેથી મિલ્કતના માલીક કિરિટભાઈ ધારશીભાઈ સામાણી દ્રારા આજ પ્લોટ બીજી વખત કરશનભાઈ કાનાભાઈ ગરેજા ને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતું. અને તેથી તે સંબંધે ઉર્મીલાબેન રામજતી જતી દ્રારા તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે બીજુ દસ્તાવેજ રદ કરવા માટે અને મામલતદાર તેના નામની એન્ટ્રી પાડી આપે તે સંબંધે કોર્ટમાં દાવો કરેલો હતો. અને તે દાવો પોરબંદરના ત્રીજા એડીશ્નલ સીનીયર સીવીલ જજ ઠાકોર ની કોર્ટમાં ચાલી જતા અને નામદાર કોર્ટ દ્રારા રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની જોગવાઈઓ ધ્યાને લઈને બીજી વખત તા.૧૨/૦૫/૨૦૧૯ નાંરોજ નોંધાયેલ દસ્તાવેજ રદ કરેલ હતું. અને વાદીના કબજામાં પણ કાંઈ અડચણ અટકાયત કરવી નહીં. તથા મામલતદારશ્રીને પણ વાદીના નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પાડી આપવી તેમજ વાદીને જે કાંઈપણ દાવાનો ખર્ચ થયેલો હોય તે પણ પ્રતિવાદીએ ચુકવવો તેવો મહત્વનો હુકમ કરેલ છે. અને તે રીતે કાયદાની જોગવાઈઓ મુજબ પ્રથમવાર થયેલ દસ્તાવેજ સાચુ, ખરૂ અને કાયદેસરનું ગણી શકાય અને જયારે મિલ્કતનો માલીક મિલ્કતનું દસ્તાવેજ કરી આપે ત્યારે તે મિલ્કતના માલીક મટી જતા હોય તેઓને બીજીવાર વેચાણ દસ્તાવેજ કરવાનો કોઈ હકક અધિકાર ન હોવાનું આ ચુકાદાથી પ્રસ્થાપીત થયેલ છે. અને તે રીતે એક ને એક મિલ્કતનું વારંવાર વેચાણ કરતા વ્યકિતઓને આ ચુકાદો ચેતવણીરૂપ ચુકાદો છે. અને રેકર્ડ ખરાઈ કર્યા વગર મિલ્કત ખરીદી લેતા લોકો માટે પણ આ સિમ્હાચીનરૂપ ચુકાદો છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!