પોરબંદર માં વાલ્મીકિ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

તા.25/6/2023 નાં રોજ ડો આંબેડકર યુવા સંગઠન પોરબંદર દ્વારા
કડીયા પ્લોટ વિસ્તારમાં ધો ૧૦/૧૨ પાસ થયેલા વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ અને વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલા યુવા ભાઈ બહેનો નુ જાજરમાન સન્માન સમારોહ આયોજન કરવામાં આવેલ હતો

આ કાર્યક્રમ માં પોરબંદર શહેર ના DYSP  નીલમબેન ગૌસ્વામી,RMO ડો નિલેશભાઈ મકવાણા ,
પ્રોફેસર વાઘેલા , અમરાભાઇ રાઠોડ,ભરતભાઈ શીગરખીયા (એડવોકેટ )
છોટમ સાહેબ (કબીર પંથી)
આદરણીય અરવિંદભાઈ રાવલીયા,ભીખુભાઈ ઢાકેચા (કાઉન્સિલ )
આદરણીય અભિષેકભાઈ ઝાલા (પ્રમુખ રાણાવાવ.વા.સ.) દિલીપભાઈ વાઘેલા.(પુ.પ્ર. વા.સ)
તેમજ નિવૃત્ત P I.PSI.
તથા પોલીસ ભાઈ બહેનો શાથે
સમસ્ત અનુસુચિત જાતિ સમાજ આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અને મહાનુભાવો ના વરદહસ્તે
તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં સાથોસાથ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલા યુવા ભાઈ બહેનો ને સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાયૅક્રમ ને સફળ બનાવવા માટે ડો આંબેડકર યુવા સંગઠન ના કાયૅકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સમાજ ને શિક્ષણ તરફ આગળ વધવા પ્રેરીત કરવા માટે પ્રેરણા આપી હતી અને ડો આંબેડકર યુવા સંગઠન ને પણ બિરદાવવામાં આવ્યા હતાઆ કાયૅક્રમ નુ મંચ સંચાલન
સંગઠન ના પ્રમુખ નરેશભાઈ ઢાંકેચા તથા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!