Watch “પોરબંદર જિલ્લા માં બિપોરજોય વાવાઝોડામાં નુકશાનીમાં પારદર્શક સર્વે કરી વળતર ચૂકવવા આપ ની માંગ” on YouTube
પોરબંદર જિલ્લા માં બિપોરજોય વાવાઝોડામાં નુકશાનીમાં પારદર્શક સર્વે કરી વળતર ચૂકવવા આપ ની માંગ
બિપોરજોય વાવાઝોડાના અસર ગ્રસ્ત વિસ્તાર માં ખેડૂતો અને પશુ પાલકોને મોટા પ્રમાણ માં નુકશાન થયું હોય. જે અંગે સર્વે ટીમ દ્વારા જે નુકશાની ના રિપોર્ટ તૈયાર થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ના આગેવાનો ને શંકાસ્પદ જણાતા આજે આમ આદમી પાર્ટી ના આગેવાનો એ. પોરબંદર જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી
રાણાવાવ તાલુકા ના “ઠોયાણા” ગામ ની જ્યાં બિપોરજોય વાવાઝોડાને કારણે રાજુભાઈ રણમલ ભાઈ ઓડેદરા નામ ના ખેડૂત નું મકાન ધરાશય થયું હતું
ગામના તલાટી દ્વારા તારીખ 16/06/2023 ના રોજ ખાત્રી કરવામાં આવી હતી અને વળતર મુદ્દે આશ્વાશન આપવામાં આવ્યું પરંતુ ગત તારીખ 23-6-23 ના રોજ રાણાવાવ તાલુકા કચેરીમાંથી મકાન માલીક ને એક પત્ર મળ્યો હતો . જેમાં ટીમ નં 3 દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો આવું જે પત્ર મળ્યો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરેખર મકાન માલીક (અરજદાર) નું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ કે ટીમ સર્વે કરવા આવેલ નથી. તલાટી કમ મંત્રી પણ આ સર્વે બાબતે કાઈ ન જાણતા હોવાનું આગેવાનો એ જણાવ્યું હતું.
ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી ના આગેવાનોને એ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે તો આ અલૌકિક ટીમ કઈ હતી જેને સર્વે કર્યો? શું ઓફિસ માં બેસી ને સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો? શું સરકાર ના આદેશ નું ઉલંઘન થઈ રહ્યું છે કે પછી સરકાર પણ સહાય ની માત્ર વાતો કરી દેખાવો કરી રહી છે? જિલ્લા કલેકટર ને નમ્ર વિનંતી કરી પારદર્શક સર્વે કરવામાં આવે જેથી ખરેખર જે અસરગ્રસ્ત લોકો છે જેને નુકશાની માં યોગ્ય સહાય મળી શકે.