મુંબઈથી વિખુટા પડેલ વ્યક્તિને પરીવાર સાથે મિલન કરાવતી પોરબંદર પોલીસ
મુંબઈથી પોતાના પરિવારથી વિખુટા પડેલ વ્યક્તિને તેના પરીવારજનો સંપર્ક કરાવી પરીવારને સોપી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરતી કીર્તિમંદિર પોલીસ
રાજ્યમ. રહેતા નાગરીકોની સલામતી અને સુરક્ષા જળવાય રહે તેવા હેતુથી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મયંકનસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષ્મી ડો.રવિ મોહન સૈની સાહે તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી ની સુચના મુજબ તથા પો.ઇન્સ. વી.પી.પરમાર ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શકમંદ ઇસમો કે અજાણી વ્યક્તિઓ મળે તો સત્વરે કાર્યવાહી હાથ ધરવા સુચના થઇ આવેલ હોય જેથી ત. ૨૭/૦૬/૨૦૨૩ના રોજ સાંજના સમયે પો.સબઇન્સ. કે.આર.જાટીયા તથા લોકરક્ષક પુષ્પરાજસિંહ દેવેન્દ્રસિંહનાઓ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હરીશ ટોકીઝ પાર્કીંગ પાસે એક અજાણ્યો વ્યક્તિ બેઠેલ હોય જેની પુછપરછ કરતા પોતાનુ નામ રાહુલ કુમાર શેમભાઇ સીંગ રહેબેલહર-ગામ, તામઘ્નપુર જી.ઓરંગાબાદ,રાજ્ય-બિહારવાળો હોવાનુ જણાવી તેઓની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ મુંબઇથી બિહાર જવાના બદલે અહીં પોરબંદર આવ. ગયેલ છે.અને પોતાના પરીવારથી વિખુટો પડી ગયેલ હોવાનું જણાવતા,પો.ઇન્સ વીપીપરમારને સમગ્ર હકીકતથી વાકેફ કરી, મજકુરને પોલીસ સ્ટેશન લાવવામા આવેલ અને તેઓના ખિસ્સામાં રહેલ એક ચીઠ્ઠીમાં મોબાઇલ નંબર લખેલ હતા જેના પર ફોન કરી હકિકત જણાવતા તેઓ આજરોજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન આવી પોતાનુ નામ સીંગ રાકેશભાઇ બ્રીનંદન હોવાનું તેમજ તેઓ રાહુલકુમારના મામાના દિકરા હોવાનુ જણાવેલ જેથી તેઓને જણાવેલ કે રાહુલકુમાર છેલ્લા એક મહીનાથી કોઇ કારણ વગર જતો રહેલ હોવા ની હકિકત જણાવતા તેઓનુ મીલન કરાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્રનેસાર્થક કરી, પ્રશંસનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર- કીર્તિમંદિર પો.સ્ટે.ના pi વી.પી.પરમાર, PSI કે.આર.જાટીયા,psi આર.કે કાંબરીયા ,WASI એમ.અ.૨.ચૌહાણ, જે.એચ.કડછા,PCપુષ્પરાજસિંહ દેવેન્દ્રસિંહ,વિશાલ રવજીભાઇ તથા અરવિંદ કાનાભાઇ શામળા તથા મયુરભાઇ લખમણભાઇ રોકાયેલ હતા