ભારત વિકાસ પિરષદ – પોરબંદર શાખા દ્વારા “ગુરુ વંદન – છાત્ર અભિનંદન” કાર્યક્રમનું આયોજન

ભારત વિકાસ પરિષદએ રાષ્ટ્રીય કક્ષાએ સેવા અને સંસ્કારીતાનું સિંચન કરતું સંગઠન છે, જે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ૧૬૦૦ જેટલા સેવા પ્રકલ્પો ચલાવી રહેલ છે. ભારતની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિનું જતન કરીએ, સંસ્કૃતિ અને સભ્યતા દેશની યુવા પેઢીમાં પણ પ્રસ્થાપીત થાય તે ઉદ્દેશ સાથે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓનું ઘડતર કરવામાં આવી રહેલ છે.
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ “ગુરુવંદન – છાત્ર અભિનંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાં લાખો વિદ્યાર્થીઓ સહભાગી બને છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીના જીવનમાં આપણી સંસ્કૃતિમાં ગુરુનું શું સ્થાન હતું અને ગુરુજનો પ્રત્યેનો આદરભાવ આજે લુપ્ત થતો જાય છે. ત્યારે એ ગુરુ શિષ્ય પરંપરા અને ગુરુજનો પ્રત્યેનો આદરભાવ વિદ્યાર્થીઓમાં બની રહે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આગામી સમયમાં ભારત વિકાસ પિરષદ – પોરબંદર શાખા દ્વારા “ગુરુ વંદન – છાત્ર અભિનંદન” કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. જેમાં પોરબંદર જીલ્લાની પ્રાથમિક, માધ્યમિક શાળા અને કોલેજના આચાર્યશ્રી, શાળાના એક આદર્શ શિક્ષક અને કોલેજના એક તેજસ્વી અને ઓજસ્વી વિદ્યાર્થીનું જાહેરમાં અભિવાદન કરવામાં આવશે. જે માટે શાળા કક્ષાએથી એન્ટ્રીઓ મેળવવાની કાર્યવાહી ચાલુ છું.
શહેરના શિક્ષણ જગતના મહાનુભાવો સામાજીક ક્ષેત્રના વિશિષ્ટ વ્યક્તિઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ આયોજનને સફળ બનાવવા શાખા અધ્યક્ષ રામેશ્ર્વરલાલજી કુમાવત સાહેબ, શાખા સચિવ નિલેષભાઇ રૂઘાણી, ગુરુવંદન છાત્ર અભિનંદનના સંયોજક રૂહીબેન કોટીયા, સહ સંયોજક મયુરભાઇ કુહાડા, કોષાધ્યક્ષ મિલનભાઇ મસાણી, નિખીલભાઇ કોડીયાતર, મનિષભાઇ જોષી, યોગેશભાઇ મદલાણી, મૃગેશભાઇ જંગી સહિતના કાર્યકર્તાઓ સ્થાપક પ્રમુખ કમલેશભાઇ ખોખરીના માર્ગદર્શન મુજબ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.
