બાલુબા કન્યા વિદ્યાલય નો ૮૭ મો વાર્ષિકોત્સવ ધામધૂમ થી ઉજવાયો..
હોમ – હવન , પૂજા વિધિ અને દાતા નું સન્માન,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા..
૧૪ ઓગસ્ટ ના મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય નો ૮૭ મો જન્મ દિવસ ધામધૂમ ઉજવવા માં આવ્યો.
બાલૂબા એલ્યુમની એસોસિયેશન અને નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિષ્ણુભાઇ અને તેમની ટીમ દ્વારા વિવિધ પૂજનો સાથે નવચંડી હવન વિધિ વિધાન સાથે કરવા માં આવી.
૮૭ વરસ માં પહેલી વાર બાલુબા નો ધ્વજ ઇમારત ની ઉપર ફરકાવવા માં આવ્યો તે હવે આજીવન આ જ રીતે શાળા પર ફરકતો રહેશે.. દર વરસે આ ધ્વજ ફરકાવવા માં આવશે તેવી ટ્રસ્ટી હરીશ ભાઈ મહેતા એ બાહેધરી આપી … શાળા ના સિમ્બોલ થી આ સુશોભિત આ ધ્વજ પોતાની ગાથા સાથે લહેરાતો જોઈ ત્યાં હાજર સહુ ભાવ વિભોર થઇ ગયા .. શાળા ની વિદ્યાર્થિની ઓ એ બેન્ડ ની અગુવાઈ સાથે આ ધ્વજ હાજર દરેક બહેનો અને ભાઈ ઓ દ્વારા મસ્તક પર ચડાવી અને અગાશી પર લઈ જવા માં આવ્યો.ત્યાં સલામી સાથે તેને દાતા શરદ ભાઈ રૂપારેલ અને “બા” કોર ટીમ દ્વારા તેને ફરકાવાયો.
બધા એ બાલુબા અમર રહો ના ગગનભેદી નારા લગાવ્યા.
પૂજા વિધિ નિધિ શાહ મોઢવાડીયા, રણજીત મોઢવાડીયા, ડૉ સિદ્ધાર્થ ગોકાણી અને રીતીજ્ઞા ગોકાણી દ્વારા કરવા માં આવી.
ત્યારબાદ વિજ્ઞાન ભવન માં તમામ વિદ્યાર્થિની ઓ ની હાજરી માં ખૂબ જ સરસ કાર્યક્રમ યોજવા માં આવ્યો.
જેમાં, મહેમાનો નું સ્વાગત આચાર્યા રાજશ્રી બેન સિસોદિયા દ્વારા કરવા માં આવ્યું…વિદ્યાર્થિની ઓ દ્વારા કુમકુમ તિલક અને સૂતર ની આંટી થી સ્વાગત કરાયું.
ત્યારબાદ મુંબઈ થી પધારેલા દાતા શ્રી શરદ ભાઈ રૂપારેલ નો પરિચય શ્રી દુર્ગા બેન લાદિવાલા એ આપ્યો. તેમનું સન્માન તમામ મહેમાનો દ્વારા કરાયું…
ત્યારબાદ જન્મદિવસ ની કેક કાપવા માં આવી અને વિદ્યાર્થિની ઓ એ હેપી બર્થડે
બાલુબા ગીત ગાયું.
દાતા શ્રી શરદ ભાઈ રૂપારેલ એ સમારકામ માટે ૨૫ લાખ નું ડોનેશન આપ્યું હતું
ત્યારબાદ એલ્યુમની એસોસિયેશન દ્વારા શાળા ને ઓફિસ કામ માટે એક કોમ્પ્યુટર ભેટ આપવામાં આપ્યું…
સાંસ્કૃતિક પ્રોગ્રામ ની શરૂઆત ગણેશ સ્તુતિ થી થઈ,ત્યાર બાદ હુડો રાસ અને સમૂહ નૃત્ય અને એક નાટક પણ વિદ્યાર્થિની ઓ દ્વારા ભજવવા માં આવ્યું. એક દીકરી દ્વારા સ્પીચ આપવા માં આવી.
શાળા ની તમામ વિદ્યાર્થિની ઓ ને એલ્યુમની દ્વારા નાસ્તો કરાવવા માં આવ્યો. લંડન સ્થિત પુષ્પા બેન ચૌહાણ દ્વારા મફિન્સ કેક ખવડાવવા માં આવી અને નિતા બેન વોરા દ્વારા કોલ્ડ ડ્રીંક ની બોટલ આપવામાં આવી. લિસ્બન સ્થિત જ્યોતિ બેન રશ્મિ મોદી તરફ થી દરેક દીકરીઓ ને ૨૧/ રૂપિયા પુરુષોત્તમ માસ નિમિતે આપ્યા…
કમર્સિઅલ બેંક અને લોહાણા વિદ્યાર્થી મંડળ તરફ થી ૫૧૦૦૦ – ૫૧૦૦૦ આપવા માં આવ્યા.
તમામ કાર્યક્રમ માં મહેમાનો ની હાજરી સૂચક રહી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કણસાગરા સાહેબ, વહીવટી અધિકારી નમ્રતા બા જાડેજા , ડૉ સુરેશ ભાઈ ગાંધી , નવયુગ અલ્યુમની એસોસિયેશન ના પ્રમુખ પ્રજ્ઞેશ ભાઈ મહેતા, district chamber ના પ્રમુખ અનિલ ભાઈ કારિયા, નાથાભાઈ ગોકાણી , રાજેશ ભાઈ લાખાણી, સુરેશ ભાઈ કોટેચા, ગજાનન એકેડેમી ના કમલ ભાઈ પાઉં, એડવોકેટ તેજસ ભાઈ થાનકી, ચમ સ્કૂલ ના આચાર્યા સુનયના બેન ડોગરા, નવયુગ વિદ્યાલય ના આચાર્ય તુષાર ભાઈ પુરોહિત, ડૉ સુરેખા બેન શાહ, નિતા બેન વોરા, સુલભા બેન દેવપુરકર તથા ભૂ.પુ.વિદ્યાર્થિની ઓ હાજર હતી.
શાળા ના તમામ સ્ટાફ સતત ખડે પગે હાજરી આપેલી.
કાર્યક્રમ નું ખૂબ સુંદર સંચાલન કરવા માં આવ્યું ..
આમ એક સુંદર અને સફળ કાર્યક્રમ યોજાયો