રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની પુણ્યતિથિની ભાવભેર ઉજવણી…

ગુરુકુળ મહિલા કોલેજ દ્વારા સંસ્થાના કુલપિતાજી રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની પુણ્યતિથિની ભાવભેર ઉજવણી…
પોરબંદરની શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના સમન્વય સમી આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે સંસ્થાના કુલપિતાજી પુણ્યશ્લોક રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ પુષ્પાંજલિ પ્રસંગે ભાવસભર પુષ્પાંજલી અર્પણ કરી.

આર્ય કન્યા ગુરુકુળના આદ્ય સ્થાપક એવા રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ઉદ્યોગરત્ન, ધર્મરત્ન, ઉમદા રાષ્ટ્રભક્ત હતા. જેઓએ ઈ.સ. 1969 માં 25મી ઓગસ્ટે આ ધરતી પર છેલ્લા શ્વાસ લઈ અને દેવલોક પામ્યા, એને આજે ૫ દાયકાઓ થઈ ચૂક્યા છે ત્યારે તેઓની પુણ્યતિથિ પ્રસંગે બૃહદ ગુરુકુળ પરિવાર દ્વારા તેઓના નિવાસ સ્થાન શાંતિ કુટીર ખાતે એક પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન થયેલું. જેમાં ગુરુકુળ મહિલા કોલેજના પ્રાચાર્ય ડો. અનુપમભાઈ નાગર, ઉપાચાર્યા પ્રો. રોહિણીબા જાડેજા, સર્વે પ્રાધ્યાપકઓ, વિઝીટિંગ પ્રોફેસર્સ, નોન ટિચિંગ સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીનીઓએ વહેલી સવારે પૂજ્ય બાપુજી શ્રી નાનજીભાઈ મહેતાના સમાધિસ્થાન પર જઈ તેઓની સમાધિના ચરણસ્પર્શ કરેલા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરેલી અને તેમના ચરણોમાં શત શત નમન કરી તેઓના આશીર્વાદ હંમેશા બૃહદ ગુરુકુળ પરિવાર પર બન્યા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરેલી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!