બાર્બુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનીએ ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારતને સોંપવાની ખાતરી આપી.
એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યું છે કે ડોમિનીકામાં પકડાયેલા ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારત પરત મોકલવામાં આવશે. એએનઆઈ સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં બ્રાઉને કહ્યું, ડોમિનિકા ચોક્સીને મોકલવામાટે સંમત છે અને એન્ટિગુઆ તેને પાછા સ્વીકારશે નહીં. અગાઉ, એન્ટિગુઆ મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે મેહુલ ચોક્સીને ડોમિનિકામાં પકડવામાં આવ્યા અને તે દેશના ગુનાહિત તપાસ વિભાગની કસ્ટડીમાં છે. ચોકસીને છેતરપિંડીના આરોપમાં 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં ભારતની તપાસ એજન્સીઓ દ્વારા વોન્ટેડ છે.
Please follow and like us:
CATEGORIES Porbandar