Watch “ગાંધીજી ના જન્મસ્થળ પોરબંદરમાં દારૂના જથ્થાનો નાશ કરાયો” on YouTube
ગાંધીજી ના જન્મસ્થળ પોરબંદરમાં દારૂના જથ્થાનો નાશ કરાયો
4348 લીટર દેશી દારૂ નો નાશ કરાયો
વિદેશી દારૂ ની 436 બોટલ નો નાશ કરાયો
ગાંધીજીના ગુજરાત માં દારૂબંધી હોવા છતાં ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર માં
અલગ આગળ પોલીસ સ્ટેશન માં ઝડપાયેલ દારૂ ના જથ્થાનો પોરબંદર ઇન્દિરા નગર પાસે દરિયા કિનારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા નાશ કરાયો
એક તરફ ગુજરાત માં દારૂબંધી છે ત્યારે બીજી બાજુ મોટી માત્રામાં દારૂ પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવે છે પોરબંદર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન માધવપુર , નવીબંદર મિયાણી અને બગવદર માંથી પ્રોહિબિશન માં ઝપડાયેલ દેશી તથા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી તથા નશાબંધી અને આબકારી વિભાગ ના અધિકારી તથા ડીવાયએસપી ગ્રામ્ય અને ચાર પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એ ઉપસ્થિત રહી ઝડપાયેલ દેશી તથા વિદેશી દારૂના જથ્થાનો નાશ બુલડોઝર ફેરવી કરાવમાં આવ્યો હતો અને દારૂના બેરલ ને જમીન પર ઢોળી’ને નાશ કરાયો હતો
દારૂમાં 4348 લીટર દેશી દારૂ તથા 436 બોટલ વિદેશી દારૂ નો નાશ કરાયો
પ્રોહિબિશન માં નાશ કરાયેલ દારૂ ના મુદ્દામાલ માં બગવદર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 4 ગુન્હા માં પકડાયેલ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ 301 જેની કિંમત રૂપિયા 102925 તેમજ 179 ગુન્હાઓનો દેશી દારૂ 2559 લીટર જેની કિંમત 51,360 રૂપિયા થાય છે જયારે માધવપુર પોલીસ સ્ટેશન માંથી 3 ગુન્હામાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૂ ની કુલ 52 બોટલ જેની કિંમત રૂપિયા 16200 થાય છે
આ ઉપરાંત 70 નંગ બિયર ટીન જેની કિંમત 7000 રૂપિયા તથા 71 ગુન્હા ના 362 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 7240 તથા મિયાણી પોલીસ સ્ટેશન માં પકડાયેલ ચાર ગુન્હામાં ઈંગ્લીશ દારૂ ની 61 બોટલ જેની કિંમત રુપિયા 22875 અને 27 ગુન્હામાં પકડાયેલ 947 લીટર દેશી દારૂ જેની કિંમત 18940 થતા પરપ્રાંતીય ઢાંકણા વગર ની બોટલ 11 નંગ કિંમત 3300 થાય છે આ ઉપરાંત નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં 1 ગુન્હામાં ઝડપાયેલ 22 બોટલ ઈંગ્લીશ દારૂ કિંમત 6600 રૂપિયા તથા 97 ગુન્હામાં દેશી દારૂ 71 લીટર કિંમત રૂપિયા 9420નો મુદામાલ મળી કુલ ઈંગ્લીશ 436 બોટલ કિંમત 155600 નો મુદામાલ તથા કુલ 4348 લીટર કિંમત 84960 પ્રોહિબિશન નો મુદામાલ કોર્ટ ના હુકમ અનનવે નાશ કરાયો હતો આ અંગે ડીવાય એસપી સુરજિત મહેડુ એ જણાવ્યું હતું કે દારૂ ના જથ્થાનો આજે ઇન્દિરા નગર ખાતે નાશ કરવામાં આવેલ છે ત્યારે લોકોને અપીલ છે કે દારૂ કુટુંબ અને પરિવાર સહીત સ્વાસ્થ્ય ને નુકસાન કરે છે દારૂ થી દૂર રહે અને દારૂના ધંધા ચાલતા હોય તો તાત્કાલીકે પોલીસ ને જાણ કરે અને દારૂ નું દુષણ ડામવા પોલીસ ને મદદ કરે