ઈન્ડિયા વર્લ્ડ શો માં મિસ વર્લ્ડ બનેલ બ્રહ્મ સમાજની દીકરીનું પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલાઓ દ્વારા કરાયુ સન્માન

પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ નું ગૌરવ તાજેતરમાં જ લખનૌ ખાતે યોજાયેલા એક ફેશન શો દ્વારા મિસ ઈન્ડિયા વર્લ્ડ શો માં મિસ વર્લ્ડ બનેલ બ્રહ્મ સમાજની દીકરી ઈશીતા મોઢા નું પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના બહેનોએ કર્યું સન્માન… લખનૌ ખાતે તારીખ 2-7- 2023 ના રોજ વી વી એન એન્ટરટેનમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા મિસ ઇન્ડિયા વર્લ્ડ શો યોજાયો હતો, જેમાં આપણા પોરબંદરના રહેવાસી હરીશભાઈ મોઢા અને પૂજાબેન મોઢા ની પુત્રી તથા બ્રહ્મ સમાજના અગ્રણી નરેશભાઈ થાનકી ના પુત્રવધુ ઈશિતા મોઢા ને મિસ વર્લ્ડ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે, ઇશિતા મોઢાએ ફરી એક વખત પોરબંદર બ્રહ્મ સમાજ અને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે આ શો દરમિયાન તેમને ક્રાઉન સર્ટિફિકેટ સ્લેશ ટ્રોફી અને અન્ય ઘણા બધા ઉપહારથી તેમનું લખનૌ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ઈશિતા મોઢાને સૌરાષ્ટ્ર કચ્છ પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ નાં જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર અને તેમની ટીમના બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું…સૌરાષ્ટ્ર કચ્છ પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર ની સાથે જાગૃતીબેન પંડ્યા,દિપક બેન પંડ્યા, હેમા બેન ઠાકર, મુદ્રિકાબેન જાની,પારુલ બેન પુરોહિત, ચેતના બેન પંડ્યા,મીના બેન મહેતા ભુમી બેન જોશી સહિતના બહેનો દ્વારા વૈદિક પરંપરા મુજબ ઈશીતા બેન નું સન્માન કરવામાં આવ્યું હતું જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરે જણાવ્યું હતું કે દિકરી ઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે શિક્ષણ ની સાથે સાથે તેમની મનગમતી કેરિયર બનાવવા માં પણ તેમને પ્રોત્સાહન આપવું જોઈએ, ભુમી બેન જોશી દ્વારા આપણી પરંપરા મુજબ ઈશીતા મોઢા ને કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, શ્રી ગોપનાથ મહાદેવ મંદિર નાં પુજારી અશોકભાઈ શાસ્ત્રી એ શ્લોક દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા તથા મહિલા પાંખ નાં બહેનો દ્વારા વેદ મંત્ર અને હર હર મહાદેવના નાદ સાથે ઈશિતા મોઢા ને ગાયત્રી માતાના ઉપવસ્ત્ર,ભગવાન શ્રી
પરશુરામજીના સ્મૃતિ ચિન્હ. સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા,
સમસ્ત બ્રહ્મસમાજ નાં પોરબંદર જિલ્લાના પ્રમુખ પ્રેમશંકર ભાઈ જોશી ( પ્રેમ દાદા ) એ બ્રહ્મસમાજ ની દિકરી ને અંતર થી આશીર્વાદ પાઠવ્યા હતા,
ઉપસ્થિત બહેનો એ અઢળક શુભેચ્છાઓ આપી હતી,
ગોપનાથ મહાદેવ મંદિર નાં ટ્રસ્ટી અશ્વિન ભાઈ દવે એ ટેલીફોનીક શુભેચ્છા પાઠવી હતી,બ્રહ્મસમાજ ની દિકરી ઈશિતા મોઢા ભવિષ્યમાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને તેમના પરિવારનું તથા સમસ્ત બ્રહ્મ સમાજ અને પોરબંદર શહેરનું નામ રોશન કરે તેવી અભ્યર્થના સાથે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર સાથે બહેનોએ શુભકામના પાઠવી હતી
