વર્ષો પહેલા ભાઈઓ ભાગ પાડી દીધેલા હોય તો પણ વડીલોપાર્જીત જમીનમાં બેન નો ભાગ થાય પો૨બંદ૨ની સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો

વર્ષો પહેલા ભાઈઓ ભાગ પાડી દીધેલા હોય તો પણ વડીલોપાર્જીત જમીનમાં બેન નો ભાગ થાય. પો૨બંદ૨ની સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો.

પો૨બંદ૨ તાલુકાના મંડેર ગામે રહેતા રૂડીબેન ખીમાણંદ વાસણ દ્રારા તેના સગા ભાઈ દેવશીભાઈ ખીમાણંદ વાસણ તથા અન્ય ભાઈઓ સામે પોરબંદર ની કોર્ટમાં તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મા૨ફતે મંડેર ગામે આવેલી વડીલોપાર્જીત જમીનમાં તેનો ભાગ થતો હોય પરંતુ તેના સગા ભાઈઓ દ્રા૨ા જમીનના ભાગ પાડી લીધેલા હોય અને સગી બહેન ને કોઈ ભાગ આપેલ ન હોય કે, ખેતી ક૨વા દેતા ન હોય તેથી જ મંડેર ગામની કુલ જમીન હે.આ.૮–૫૩–૮૯ માં એટલે કે, ૨૧ એક૨ ની જમીનમાં તેનો ચોથો ભાગ થતો હોવાનો દાવો કરેલો હતો. અને તે દાવામાં દાવાવાળી જમીન વડીલોપાર્જીત જમીન હોવાનુ રેવન્યુ રેકર્ડના આધારે તથા રેવન્યુ અધિકારીની જુબાનીથી સાબીત થયેલુ હતું. તેમજ પ્રતિવાદી દેવશીભાઈ ખીમાણંદ વાસણ દ્રારા પણ વાદી રૂડીબેન તેના બહેન હોવાનુ અને જમીન વડીલોપાર્જીત હોવાનું કબુલ રાખેલુ હતું. અને તે રીતે જયારે જમીન વડીલોપાર્જીત જમીન હોય ત્યારે હિન્દુ વારસાઈ ધારાની જોગવાઈ મુજબ પરીવા૨ના દરેક સભ્યોનો સ૨ખો જ ભાગ થતો હોવાનું પ્રસ્થાપીત થયેલુ હોય ત્યારે સગા ભાઈઓ બહેન ને ભાગ ન આપતા હોવાના કારણે દાવો કરેલો હોય તે દાવામાં પો૨બંદ૨નાં પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શાહ મેડમ દ્રારા દાવો મંજુ૨ ક૨ેલો હતો. અને વાદી રૂડીબેન નો ચોથો ભાગ થતો હોવાનું ઠરાવી જીલ્લા કલેકટરશ્રીએ તાત્કાલીક કાર્યવાહી કરી અને વાદીને તેનો ભાગ અલગ કરાવી રેવન્યુ રેકર્ડમાં તેના એકલાના નામે ટ્રાન્સફ૨ ક૨વાનો હુકમ કરેલો છે. અને જયાં સુધી ભાગ ન પડે ત્યાં સુધી ભાઈઓ જમીન વહેંચવી નહીં. તેવો કાયમી મનાઈ હુકમ આપેલ છે. અને તે રીતે વડીલોપાર્જીત જમીનમાં સગી બહેનનો પણ ભાગ થતો હોવાનુ આ ચુકાદાથી નામદાર કોર્ટે પ્રસ્થાપીત કરેલ છે.

આ કામમાં વાદી વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!