જૂનાગઢ જિલ્લાનું ભારે વરસાદનું પાણી પોરબંદર ઘેડ વિસ્તારમાં પહોંચે એ પહેલા પોરબંદર જિલ્લા તંત્ર એલર્ટ


૦૦૦
માધવપુર આસપાસના ગામોના નીચાણ વાળા વિસ્તારોમાં લોકોનું રાત્રે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે
૦૦૦
કલેકટરના માર્ગદર્શન હેઠળ અને પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ના સંકલન હેઠળ કામગીરી ચાલી રહી છે
૦૦
જુનાગઢ શહેર અને ગિરનારની પહાડીઓ આસપાસમાં પડેલા ભારે વરસાદનું પાણી ઓજત તેમજ મધુવંતી સહિતની નદીઓમાં વહીને અંતે પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં દરિયામાં જતું હોય છે.
જુનાગઢ જિલ્લામાં આજે પડેલા ભારે વરસાદના પગલે પહેલેથી જ પોરબંદર જિલ્લાનું તંત્ર એલર્ટ હોય જિલ્લાના નિચાણ વાળા વિસ્તારમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
માધવપુર ચીકાસા સહિતની પટ્ટી પર તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરી ઉપરાંત અમીપુર ડેમ આસપાસના વિસ્તારોમાં પણ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા પણ આજે સૌરાષ્ટ્રના જુનાગઢ પોરબંદર સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી અને જરૂરી સ્થળાંતરની કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર કે.ડી .લાખાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા સ્થાનિક ટીમને કરવામાં આવી છે અને રાત્રે ફિલ્ડ પર કામગીરી કરવામાં આવી રહી છે. રેવન્યુ, પંચાયત અને પોલીસ તંત્રની ટીમો સંકલનથી ગ્રામ્ય વિસ્તારમાં કામ કરી રહી છે.
લોકોને જરૂરી સાવચેતી રાખવા અને હજુ આવતીકાલે પણ વરસાદની આગાહી હોય જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!