જૂનાગઢ માં પહેલીવાર જોયું પૂર નું તાંડવ….

સામાન્ય રીતે જૂનાગઢ માં શહેર માં ક્યારેય પૂર ની પરિસ્થિતિ સર્જાતી નથી…. કારણકે જૂનાગઢ એક ઊંધી રકાબી જેવું છે…. ગમે તેટલો વરસાદ પડે પણ તુરંત પાણી ઉતરી જાય … જોકે 16 ઇંચ સાંબેલાધારે વરસાદ… હોઈ, અને સાથે માનવ સર્જિત નદી ના પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે આજના જેવી પરિસ્થિતિ ઊભી ના થાય તો જ નવાઈ…. નરસિંહ મહેતા તળાવ ના બ્યુટી ફિકેશન માટે કાળવા ના બે પ્રવાહ એક જ તરફ વાળવામાં આવ્યો… અને સાથે 16 ઇંચ અનરાધાર વરસાદ… આજે નવાજૂની થવા ની ધારણા હતી તે રૌદ્ર રૂપે બપોરે 2.30 વાગ્યા પછી જોવા મળ્યું…. કાળવા સાથે જોડાયેલી સોસાયટીઓ ની અનેક દીવાલો ધરાશાઈ થઈ અને બધું પાણી સોસાયટીઓ માં ઘૂસ્યું…. 3 થી 3.5 ફૂટ સુધી નો ધસમસતો પાણી નો પ્રવાહમાં બાઈક , કાર જાણે રમકડાં ની જેમ તણાઈ…. થોડી વાર તો થયું કે પહેલા માળ સુધી પાણી પહોંચતા વાર નહીં લાગે…. પણ… કુદરત મહેબાન થઈ હોઈ તેમ સાંજે વરસાદ ધીમો પડ્યો અને પાણી ઓસરી ગયા… પણ કુદરત ધારે તો મિનિટો માં પોતાનું કેવું રૌદ્ર રૂપ ધારણ કરી શકે તે સાક્ષાત અનુભવ થયો …. ખેર, હાલ સબ સલામત છે…. વાહનો ડૂબી ગયા હતા તેથી ફરી ક્યારે ચાલુ થાય તે જોવાનું રહ્યું

રિપોર્ટ : તુષાર છત્રારા, ગુણાતીત નગર, મોતીબાગ, જૂનાગઢ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!