Watch “પોરબંદર માં પાંચ લાખ સિત્તેર હજારની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું” on YouTube

પોરબંદર માં પાચલાખ સિત્તેર હજાર ની કિંમત નું 57.04 ગ્રામ સાયકોટ્રોપિક સબસ્ટન મેકડ્રોન ડ્રગ્સ ઝડપાયું

પાંચ લાખ સિત્તેર હજાર ના મુદા માલ સાથે બે શખ્સો ને ઝડપી લેતી પોરબંદર એસ ઓ જી

NDPS એક્ટ મુજબ 1985 ની કલમ 8 સી ,22 સી,29 મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ

પોરબંદર માં સાયકોટ્રોપિક સબસ્ટન મેકડ્રોન ડ્રગ્સ ઝડપાયું

પાંચ લાખ સિત્તેર હજાર ના મુદા માલ સાથે બે શખ્સો ને ઝડપી લેતી પોરબંદર એસ ઓ જી

પોરબંદર ના ખોજાવાડ મા રહેતો અને ડ્રાઇવર નો ધંધો કરતો સાહિલ ભટી સ્વીફ્ટ કારમાં પોરબંદર તરફ આવતો હતો ત્યારે પોલીસે બાતમી ના આધારે ઝડપી લીધો

ગુજરાત ના ડ્રગ્સ ની હેરાફેરી તથા વહેંચણી થતી હોવાના અનેક બનાવો બન્યા છે ત્યારે પોરબંદર માં ડ્રગ્સ ના જથ્થા સાથે બે શખ્સો ઝડપતા ચકચાર મચી જવા પામી છે

પોરબંદર સમયમાં “નો ડ્રગ્સ પોરબંદર સીટી” સ્લોગન અનુસંધાને માદક પદાર્થોના વેચાણ અને વપરાશ ને સદંતર નાબૂદ કરી યુવાધનને બરબાદીની કગાર પર ચડાવવાને બદલે ઉજવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરવાના હેતુથી નસીલા પદાર્થો નો સેવન કરનારા તત્વોની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાના તથા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને પોરબંદર પોલીસે બાતમી ના આધારે રાણાવાવ ના ખોજાવાડ મા રહેતો અને ડ્રાઇવરનો ધંધો કરતો સાહિલ ભટી તથા એક કીશોર સ્વીફ્ટ કારમાં પોરબંદર તરફ આવતો હતો ત્યારે પોલીસે બાતમી ના આધારે ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ્સ વેચાણ સાથે આરોપીઓ ઇન્જેક્શન લઈ નસો કરતા

પોરબંદર ગ્રામ્ય ડીવાય એસ પી સુરજીત મહેડુ એ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીમાં રાણાવાવ માં ખોજાવાડ પાસે રહેતો અને ડ્રાઇવરનો ધંધો કરતો સાહિલ ભટ્ટી તથા તેનો સાગરીત એક કિશોર રાણાવાવ થી રાજકોટ સુધી બસ અથવા ટેક્સી લઈને જય ત્યારબાદ રાજકોટ થી મુંબઈ ફ્લાઇટમાં અથવા ટ્રેનમાં મુંબઈના અંધેરી તેમજ ડોગરી વિસ્તારમાં થી અબ્બાસ ભાઈ નામના શખ્સ પાસેથી અંદાજે 60 થી 70 ગ્રામ ડ્રગ્સ લઈને મુંબઈથી પરત બસમાં અથવા રેલવે થી અમદાવાદ સુધી પોતાના ગ્રાહકને ડ્રગ્સનો જથ્થો આપી બાકીનો જથ્થો લઈ પોરબંદર સુધી આરોપીઓ બસમાં તથા ટેક્સીમાં મુસાફરી કરતા હતા આ ગુનાના આરોપી ટ્રક્સ વેચવાની સાથે સાથે પોતે પણ ડ્રગ્સના બંધાણી છે. આરોપીઓની swift કાર માંથી પણ ત્રણ ઇન્જેક્શન લેવાની સીરીઝ મળી આવેલ છે આ આધારે કહી શકાય કે તેઓ સીરીજ આધારિત નસો કરતા હતા.

મુદ્દા માલ ની વિગત સાયક્લો ટ્રોપિક સબસ્ટન્સ જેનું વજન 57.04 ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ 70,400 થાય છે જેની સાથે આરોપી પાસેથી મોબાઈલ ફોન બે નંગ જેની કિંમત રૂપિયા 10,000 આ ઉપરાંત 2,280 ની રોકડ રકમ તથા સ્વીફ્ટ કાર જેની કિંમત 3,50,000 તમામ મુદ્દા માલ થઈને કુલ 9,32,280 નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે

એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી

પોલીસે આરોપીઓને ઝડપીને એનડીપીએસ એક્ટ મુજબ 1985 ની કલમ 8c 22 થી તથા 29 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત આરોપી એ અમદાવાદ અને રાજકોટ માં કોને ડ્રગ્સ આપ્યું છે અને પોરબંદર માં કોને આપવાનો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.જે લોકોની સંડોવણી ખુલશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપી પર 2020 માં પ્રોહીબિશન નો ગુન્હો નોંધાયો છે .આરોપી ને કોર્ટ માં રજૂ કરી રિમાન્ડ ની માંગ કરવામાં આવશે તેમ ડી વાય એસ પી. સુરજીત મહેડું એ જણાવ્યું હતુ.

કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ આ સમગ્ર કામગીરીમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર નાયક તથા એસોજી ના ઇન્ચાર્જ પોલીસે ઇન્સ્પેક્ટર એચ બી ધાંધલીયા તથા એસઓજીના સ્ટાફ ના એએસઆઈ એમએચ બેલિમ,હેડ કોન્સ્ટેબલ સરમણ રાતીયા, મોહિતભાઈ ગોરાણીયા,હરદાસ ભાઈ ગરચર ,તથા રવિન્દ્ર ચાઉ, પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજા,ભીમભાઈ ઓડેદરા સહિત ના કર્મચારીઓ જોડાયા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!