રાજકોટ ગજાનન માલસર આશ્રમના ગુરુજીએ શરીર પર સવા કિલોની સોનાની જનૈવ ધારણ કરી
રાજકોટ ના ગજાનન માલસર આશ્રમના ગુરુજી વિજયભાઈ જોશી સવા કિલોની સોનાની જનૈવ ધારણ કરે છે. તો સાથે જ પોતાની કમર પર શસ્ત્ર એટલે કે પીસ્ટલ રાખે છે. જ્યારે કે, પોતાના મુખેથી કંઠસ્થ સંસ્કૃતના શ્લોકનું પઠન કરી શાસ્ત્રનો પણ પરિચય આપે છે.
ગુરુજી વિજયભાઈ જોષી માલસર ગજાનન આશ્રમ ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરનારા ગુરુજી વિજયભાઈ જોશીએ બ્રાહ્મણ કદાપિ ગરીબ નથી હોતો આ વાત સાબિત કરવા માટે શરીર પર સવા કિલોની સોનાની જનૈવ ધારણ કરે છે. સાથે જ પોતાની કમર પર પિસ્ટલ રાખી કલી કાળમાં બ્રાહ્મણ રાષ્ટ્રહિત માટે તેમજ દુષ્ટોના નાશ માટે શસ્ત્ર ઉઠાવી દુષ્ટોનો સંહાર પણ કરી શકે તેમ છે તેનો પણ પરિચય આપે છે. તો સાથે જ પોતાના મુખેથી સંસ્કૃતના શ્લોકનું પઠન કરી બ્રાહ્મણના રક્તના એક એક કણમાં શાસ્ત્ર ગુંથાયેલું હોય છે તેનો પરિચય આપે છે.
વિજયભાઈ જોશીનું કહેવું છે કે, પરશુરામે એક શ્લોકમાં ખૂબ સરસ વાત શાસ્ત્ર અને શસ્ત્ર માટે કહી છે. ” અવ્રત: ચતુરો વેવા: पृष्ठत: सशरं धनुः । इदं ब्राह्मं इदं क्षात्रं शापादपि शरादपि ।। સજ્જનોને સમજાવવા માટે શાસ્ત્ર જ કાફી છે. પરંતુ દુર્જનોને સમજાવવા માટે એ જ પરશુરામ પોતાના પાછળના ભાગે ફરશું તેમજ ધનુષ – – બાણ પણ રાખતા હતા. તો સાથે જ રાજ્યના નામાંકિત બ્યુરોક્રેટ્સ વિજયભાઈ જોશીમાં ખૂબ જ સારી એવી આસ્થા ધરાવે છે. તેમજ નાના માણસો પણ પોત પોતાની સમસ્યાઓ લઈ ગુરુજી વિજયભાઈ જોશી પાસે આવે છે. જેમને યથાયોગ્ય ઉપાય પણ અચૂક બતાવવામાં આવે છે. તો સાથે જ ધનતેરસના પર્વ ઉપર વિજયભાઈ જોશી દ્વારા લક્ષ્મી યાગ પણ કરવામાં આવે છે. અંતર્ગત તેઓ સોના ચાંદીના વરખ ચડાવેલા કમળના પુષ્પોની આહુતિ પણ આપે છે. તો સાથે જ સુકમેવાની આહુતિ પણ દ્રવ્ય તરીકે તેઓ આપે છે.
ગુરુજી વિજયભાઈ જોષીનું કહેવું છે કે, બ્રાહ્મણ પાસે કદાચ ધન ઓછું હોઈ શકે છે પરંતુ તેની પાસે વિદ્યા જ્ઞાન તેમજ તપોબળ અન્ય કરતા વધુ હોય છે. જેના કારણે બ્રાહ્મણ જ્યારે પણ પોતાના યજમાનોને આશીર્વાદ આપે છે ત્યારે તેમને યશ, કીર્તિ, ધન તેમજ દીર્ઘાયુ સહિતના આશીર્વાદ આપે છે.