ખાપટમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું અધતન બિલ્ડીંગ તૈયાર : જરૂરિયાતમંદ દીકરીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

રાજ્ય સરકાર સંચાલિત કેજીવીપી સંકુલમાં ધોરણ ૬ થી ૧૨ની વિદ્યાર્થીનીઓ વિનામૂલ્યે પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે : અધવચ્ચે શાળા છોડી દીધેલ, અનાથ કે સિંગલ પ્રેરેન્સ તેમજ જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને પ્રથમ પ્રાયોરિટી અપાશે

૦૦૦૦૦૦

પોરબંદર, તા. ૧૮ : પોરબંદર શહેરમાં આવેલ રોકડિયા હનુમાન મંદિર પાછળ ખાપટ વિસ્તારમાં રામદેવપીરના દુઆરા પાસે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું અધતન સવિધાથી સજ્જ બિલ્ડીંગ તૈયાર થતાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં https://smartkgbv.gujrat.gov.in ઉપર ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકાશે.
ગુજરાત રાજ્ય સરકારના ૧૦૦ ટકા ભંડોળમાંથી ૧૨ વીઘા જમીનમાં ૧૬.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે અત્ય આધુનિક કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ચાર માળનુંબિલ્ડીંગ બનીને તૈયાર થઈ ગયું છે. એક ઓર્ડન ઓફિસ, ૩૫૦ દીકરી એક સાથે જમી શકે તેવી વિશાળ ભોજનાલઈ, રસોડું, પુસ્તકાલય, વાંચન કક્ષ, કોમ્પ્યુટર લેબ, મલ્ટીપર્પઝ રૂમ, એક્ટિવિટી રૂમ અને ૪૦ ઓરડા, ૫ ડોરમેટરી હોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. હવા ઉજાસ અને ડબલ ડોર સાથેના આ વિશાળ એક ઓરડામાં ૫૫ દીકરીઓ એક સાથે રહી શકે તેવી ૩૫૦ દીકરીઓ માટેની વ્યવસ્થા કરાઈ છે. આ બિલ્ડિંગમાં ૫૮ શૌચાલય, ૫ એલઇડી સ્માર્ટ ટીવી, ૬૮ સ્પીકર અને ૩૩૦ જેટલા પંખાઓ લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ એલઇડી ટીવી અને સ્પીકરના માધ્યમથી વિદ્યાર્થીની બહેનોને સ્માર્ટ ક્લાસમાં કોસિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ કોન્ફરન્સ હોલમાં વોકેશનલ ટ્રેનિંગ, લાઈફ સ્કીલ ટ્રેનીંગ, વિવિધ સર્ટિફિકેટ કોર્સ વગેરેની પ્રવૃતિ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારના બિલ્ડીંગની વાત કરવામાં આવે તો માત્ર પોરબંદરમાં જ ૧૨ વીઘા જમીન ઉપર વિશાળ ગ્રાઉન્ડમાં બનાવાયેલા પ્રથમ બિલ્ડીંગમાં વિદ્યાર્થીની બહેનોને રમતગમતની સાથોસાથ એક વોર્ડન કમ હેડ ટીચર, ૪ આસિસ્ટન્ટ વોર્ડન અને ૩ શિક્ષકો તથા ૨ ચોકીદારો સતત વિદ્યાર્થીની બહેનોને દેખરેખની સાથોસાથે શિક્ષણ આપશે. કેજીવીપી સંકુલમાં પ્રવેશ માટે વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. હાલ ૮૫ ફોર્મ ભરાયા છે, અને હજુ પ્રવેશ પ્રક્રિયા ૯ જુન ૨૦૨૪ પછી શરૂ થશે. ત્યારબાદ સંકુલમાં વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે. અહીં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને વોકેશનલ ટ્રેનિંગ, વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ, કલા ઉત્સવ, કૌશલ્ય વર્ધક તાલીમ, ખેલ મહાકુંભ સહિત આરોગ્યની તકેદારી રાખી ગુણવત્તા યુક્ત ખોરાક આપવાની સાથે રાષ્ટ્રીય રમતો માટેની તૈયારીઓ પણ કરાવવામાં આવશે. ઉપરાંત સરકારની શિષ્યવૃત્તિનો લાભ અપાશે. દર મહિને વિદ્યાર્થીનીઓના બેન્ક ખાતામાં ૧૦૦ રૂપિયા સ્ટાઈપેંડ જમા કરવામાં આવશે. આઉટડોર અને ઇન્ડોર રમતોની સાથોસાથ દર રવિવારે શિક્ષણને લગતા પ્રોગ્રામો બતાવવા છે. આ બિલ્ડીંગના કામનો શુભારંભ ગત વર્ષે જાન્યુઆરી ૨૦૨૩ માં કરવામાં આવ્યો હતો, અને હાલ મે – ૨૦૨૪માં આ બિલ્ડીંગ અધતન સુવિધાથી જ કરાયું છે. અહીં સ્વચ્છ પાણીના ૧૫ કુલર અને ૧૬ આરો લગાવવામાં આવ્યા છે. આઈસીએન ચેમ્બર, ૧૪ વેન્ડિંગ મશીન સાથે ૫૦ અને ફાયર સેફટીની સુવિધાથી સજજ બિલ્ડીંગને કરવામાં આવ્યું છે.
આ ભવ્ય ઈમારત તૈયાર થતાં અહીં એડમિશનની પ્રક્રિયા કાર્યરત કરાય છે. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વિનોદ પરમાર અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના જિલ્લા કોર્ડીનેટર વૈશાલીબેન પટેલના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર સંચાલિત કેજીવીપી સંકુલમાં ધોરણ ૬ થી ૧૨ની વિદ્યાર્થીનીઓ વિનામૂલ્યે પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે. અધવચ્ચે શાળા છોડી દીધેલ, અનાથ કે સિંગલ પ્રેરેન્સ, વાલીઓ મજૂરી કામ અર્થે અન્ય સ્થળે સ્થળાંતર કરતા હોય, સીમ વિસ્તાર, વાડી વિસ્તાર, નેશ વિસ્તાર, જંગલ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર કે જ્યાં ધોરણ પાંચ પછી આગળ ઉચ્ચ અભ્યાસ અર્થે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ ન હોય અને અતિ છેવાડાના દુર્ગમ વિસ્તારની વિદ્યાર્થીનીઓને પ્રવેશ માટે પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. ૭૫% એ.સી, એસટી, ઓબીસી, માઇનોરીટી અને ૨૫% બીપીએલ જૂથની કન્યાઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીની બહેનોને એડમિશન મળ્યા બાદ ઘરેથી માત્ર વિદ્યાર્થીની બહેનને જ હાજર થવાનું રહે છે. અને આ સંસ્થામાં તમામ પ્રકારની સગવડ વિદ્યાર્થીનીઓ માટે કરી આપવામાં આવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!