Watch “પોરબંદરની સુરભી રાણીગા ફેસ્ટિવલ ઇન્ડિયા અંતર્ગત ઓપન કેનેડા ટેલેન્ટ શોમાં પ્રથમ” on YouTube
સુરભિ કલાવૃંદ ના કલાગુરુ સુરભિ રાણીંગા-પુરોહિત જેઓ હાલમાં કેનેડા(નાયગરા ફોલ્સ) સિટી મા રહે છે. તેમણે ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા અંતર્ગત ટોરોન્ટો દેશી અને ઈસ્કોન આયોજિત ઓપન કેનેડા “ટેલેન્ટ શો કેસ ” મા ભાગ લીધો હતો.
આ કોમ્પિટિશન માં ઓડિશન,સેમી ફાઈનલ અને ફાઇનલ એમ ત્રણ રાઉંડ હતા.
ટોટલ ૯૦ સ્પર્ધકો એ ભાગ લીધો હતો જેમાં ઓડિશી,ભરત નાટયમ,કથક જેવા નૃત્ય ના કલાકારો હતા.સુરભિ એ ભરત નાટયમ નૃત્ય ની બાલકૃષ્ણ લીલા ની કૃતિ “ક્રિષ્ના ની બેગન બારો ” રજૂ કરી હતી. અને પોતાના નૃત્ય અને અભિનય થી પ્રેક્ષકો તથા નિર્ણાયક ગણો ના દિલ જીતી લીધા અને પ્રથમ ક્રમાંક મેળવ્યો.
આ ઉપરાંત પીપલ્સ ચોઈસ એવોર્ડ પણ ૧૮૨ વોટ થી જીતી લીધો.
શહેર મા અંદાજે ૫૦૦૦ જેટલા દર્શકો ની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ” સુરભિ રાણીંગા-પુરોહિત” પ્રથમ આવતાં સુરભિ કલાવૃંદ ના પ્રમુખ ક્રિષ્ના બેન રાણીંગા ,જીતેન્દ્રભાઈ રાણીંગા (ચેરમેન સ્પિક મૈકે) ડૉ. સુરેશ ગાંધી, વિપિનભાઈ કક્કડ, ડૉ.આનંદ કારીયા ,ડો.જયેન્દ્ર કારીયા, માધુરી લોઢિયા, ભવ્ય પુરોહીત, દીપક રાણીંગા, તથા સુરભિ કલાવૃંદ ના તમામ સભ્યોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.