પોરબંદર જુની કોર્ટ કંપાઉન્ડ ખાતે થયેલ મારામારીના વાયરલ વિડીયોમાં એક આરોપી ઝડપાયો

કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તાર જુની કોર્ટ કંપાઉન્ડ ખાતે થયેલ મારામારીના વાયરલ વિડીયો બાબતે તાત્કાલીક આરોપીને શોધી કાઢી રાઉન્ડઅપ કરી કાયદાનો પાઠ ભણાવતી કીર્તિમંદિર પોલીસ.
આજરોજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના જુની કોર્ટ કંપાઉન્ડમાં થયેલ મારામારીના વાયરલ વિડીયો અન્વયે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા વાયરલ વિડીયો બાબતે સત્વરે આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી.વી.નાયક દ્વારા અલગ અલગ ટીમો બનાવી કીર્તિમંદિર પો.સ્ટેના ડિ-સ્ટાફ psi આર કે કાંબરીયા તથા ટીમ દ્વારા વિડીયોમાં દેખાનારની જગ્યાએ વિડીયોના આરોપી ધવલ સવદાસ શીંગરખીયાની ઓળખ કરી શોધી રાઉન્ડઅપ કર્યો તથા ફરીયાદીની ઓળખ કરી શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
