પોરબંદર માં રેલ્વે ફાટકો પર ટ્રાફિક જામ અટકાવવા પોલીસ તૈનાત

જેસીઆઈ પોરબંદરની રજુઆતને સફળતા
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
રેલ્વે ફાટકો પર ટ્રાફિક જામ અટકાવવા પોલીસ તૈનાત
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
JCIના હોદ્દેદારોએ પોલીસ તંત્રનો માન્યો આભાર
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
લોકોને પણ સહકાર આપવા જેસીઆઈએ કરી અપીલ

પોરબંદરમાં રેલ્વે સ્ટેશન પર દિવસ દરમિયાન અનેક ટ્રેનો આવન જાવન કરે છે. જ્યારે જ્યારે રેલ્વે સ્ટેશનમાં ટ્રેન આવે છે ત્યારે ત્યારે પોરબંદરના 4 મહત્વના રોડ પર આવેલ રેલ્વે ફાટક બંધ કરવામાં આવે છે. ફાટક બંધ કર્યા બાદ રેલ્વે ટ્રેકની બંને તરફના રોડમાં વાહન ચાલકો ટ્રાફિક જામ કરી દેતા હોય છે. આથી ફાટક ખુલ્યા બાદ પણ બંને સાઈડના વાહનો સામસામે આવી જતા આ ટ્રાફિક ક્લિયર થતા ખૂબ સમય લાગે છે અને અકસ્માતના પણ અનેક બનાવો બને છે એ ઉપરાંત રોંગ સાઈડમાં ટ્રાફિક જામના કારણે ઘણીવાર વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે. ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને પણ ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાના અનેક બનાવો સામે આવ્યા હતા.

આથી પોરબંદરના મુખ્ય રોડ પર આવેલ રેલ્વે ફાટકો જેવા કે કડીયા પ્લોટ ફાટક, ફાયર બ્રિગેડ ફાટક અને લીમડા ચોક પાસે આવેલ ફાટક આ ત્રણેય ફાટક પર ટ્રેન આવન જાવન સમયે રોંગ સાઈડમાં ટ્રાફિક જામ ન થાય તે માટે ફાટકની બંને તરફ ટ્રાફિક પોલિશનો બંદોબસ્ત મૂકીને ટ્રાફિક નિયમન જાળવવા જેસીઆઈએ ta. 27/7/2023ના રોજ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને રજુઆત કરી હતી. જેસીઆઈ પોરબંદરની આ રજુઆત બાદ જિલ્લા પોલીસ તંત્રએ આ રેલ્વે ફાટકો ઉપર તાત્કાલિક ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત મુકતા આ રોડ ઉપર પસાર થતા વાહનચાલકોની મુશ્કેલીનો અંત આવ્યો છે.

■ જનતાને પણ સહકાર આપવા અપીલ :
રેલ્વે ફાટકો બંધ થવા સમયે વાહન ચાલકો રોડની ડાબી બાજુએ માત્ર એક જ સાઈડમાં પોતાના વાહન થોભાવી બીજી સાઈડ ખુલ્લી રાખી સામેની બાજુથી આવતા વાહનો માટે રસ્તો ઓપન રાખવા એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવી ટ્રાફિક નિયમન જાળવવા સહકાર આપવા જેસીઆઈ પોરબંદરના હોદેદારોએ લોકોને પણ અપીલ કરી છે.

રેલ્વે ફાટકો પર ટ્રાફિક જામ અટકાવવા પોલીસે કરેલી તાત્કાલિક કાર્યવાહી બદલ જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ સાહિલ કોટેચા, સેક્રેટરી આકાશ ગોંદીયા સહિત હોદેદારોએ જિલ્લા પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!