પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દર માસના દરેક બુધ તથા ગુરુવારે અરજદારોના પ્રશ્નો સાંભળશે
પોરબંદર જિલ્લા પોલીસનો નવતર અભિગમ
જિલ્લા પોલીસ અધિક્ષકશ દર માસના દરેક બુધ તથા ગુરુવારે અરજદારોના પ્રશ્નો સાંભળશે
પોરબંદર.તા.૦૪, પોરબંદર જીલ્લાના નાગરીકો તેમના વિવિધ પ્રશ્નો/ફરીયદો/રજુઆતો યોગ્ય રીતે સાંભળી, તેઓને સંતોષકારક કાર્યવાહી કરી શકાય તે હેતુથી પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.
પોલીસ અધિક્ષક, પોલીસ અધિક્ષકની કચેરી પોરબંદર ખાતે માસના દરેક બુધવાર તથા ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાક થી બપોરે ૧.૩૦ કલાક સુધી તમામ અરજદારો તથા નાગરિકોની રજૂઆત સાંભળશે તથા નાયબ પોલીસ અધિક્ષક શહેર અને ગ્રામ્ય વિભાગ, પોરબંદર માસના દરેક સોમવારે અને મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકથી બપોરે ૦૧.૩૦ સુધી અરજદારો તથા નાગરીકોને રજૂઆત સાંભળશે. જેની સૌ અરજદારો તથા નાગરિકોએ નોંધ લેવી.
Please follow and like us: