ભેટકડી ગામે પાણીના પ્રવાહમાં તણાયેલ બાળકી પુલના કાટમાળ નિચે દબાઇ જતા મોત :આઠ કલાકે મૃતદેહ મળ્યો

પોરબંદરના બગવદર પાસે આવેલ ભેટકડી ગામે આજે સવારે એક શ્રમિક પરિવારની બાળકી ધરાશાહી થયેલા પુલ નીચે ફસાઈ ગઈ હતી તલાટી મંત્રી સહિત પોલીસ અને ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકીને બચાવવાનો પ્રયાસ કરાયો હતો 8 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.પરિવાર માં શોક નું મોજું ફેલાયું હતું.

પોરબંદર તાલુકાના ભેટકડી ગામે પઠાપીર થી શિંગડા તરફ જતા રસ્તા પર સુરેશ જી પરબતજી ઓડેદરા ની વાડીએ પરપ્રાંતીય મજુર સંજય નાનકાભાઈ આસ્કેલ નો પરિવાર રહેતો હતો અને વાડીનું કામ કરતો હતો સંજયભાઈની સાત વર્ષની પુત્રી ખુશી આજે સવારે ભેટકડી થી શિંગડા તરફ જતા બંધ રોડ પર આવેલ સોરઠી નદીના પુલ નજીક નાહતા સમયે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને પુલની નીચે ફસાઈ જતા લોકોને ખબર પડી હતી ભેટકડી ગામના સરપંચ તથા તલાટી મંત્રી અને પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આઠ કલાકની મહેનત બાદ આશરે સાંજે સવા સાત કલાક કે બાળકીનું મૃતદેહ મળી આવ્યો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકી ના મોત થી શ્રમિક પરિવાર સહિત નાના એવા ભેટકડી ગામમાં શોક નું મોજું ફરી વળ્યું હતુ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!