ઉમ્મતી એન્ડ ઉન્નતી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટપોરબંદર દ્રારા સાતમો જશ્ને સમુહ શાદીનો આયોજન વિશેષતાથી સંપન્ન થયો.

રીવરફ્રન્ટ પાર્ટી પ્લોટ ખાતે ૩૫ યુગલએ ઉલમા એ કિરામની રહેનુમાઈમાં નવા જીવનની શરૂઆત કરી
પોરબંદરમાં તારીખ:-૦૯/૦૬/2૦૨૪ ના રોજ ઉમ્મતી એન્ડ ઉન્નતી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટપોરબંદર દ્વારા ૭માં જશને સમુહ શાદી પૈકી આ વખતે પ્રથમવાર જ પોરબંદર નરસંગ ટેકરી પાસે આવેલ અસ્માવતી રિવરફ્રન્ટના પાર્ટી પ્લોટમાં આયોજન કરવામં આવેલ હતો. જે કાર્યક્રમ દરમ્યાન તારીખ:-૦૮/૦૬/૨૦૨4 ના રાત્રીના મુંબઇથી પધારેલ મદાહૈ રસુલ હજરત સૈયદ કારી અબ્દુલ વસી સાહેબએ પોતાના અનોખા અંદાઝમાં સુરીલા અવાજથી નાતે રસુલ સંભળાવીને લોકોના દિલ ઓ દિમાગને રોશન કરેલ.

તેમજ તારીખ:-૦૯/૦૬/૨૦૨૪ ના સવારે ૧૦/૦૦ વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ હમ્દો સના અને નાતે રસુલથી કરવામાં આવેલ ત્યાર બાદ ખલીફા એ તાજુશરીઆહ
સૈયદ સઆદત અલી બાપુએ સમાજમાં ફેલાયેલ કુરિવાજો અને ખોટા ખર્ચના કારણે સમાજ આગળ વધી શકતો નથી. જો આપણે કુરિવાજોનો ત્યાગ કરી આપણા ખોટા ખર્ચમાં કાપ મુકશુ તો અયુક પણે સમાજ આગળ વધશે તેવુ તેમણે તેમના પ્રવચનમાં બોધપાઠ આપેલ

સાથોસાથ રતનપુર ( ખેડા ) થી ખાસ આ પ્રસંગમાં પધારેલ ખલીફા એ તાજુશરીઆહ વ તાજુલ મશાઇબ મુફતી મોહંમદ અશરફ રઝા બુરહાની સાહેબએ જણાવેલ કે શમુહ શાદી શુ છે? અત્યારે તેની શુ જરૂર છે? તે બાબતે પોતાના અનોખા અંદાજમાં લોકોને સમજાવેલ વિશેષમાં મુફતી સાહેબએ જણાવેલ કે મુસ્લીમ સમાજમાં થતા લગ્ન પ્રસંગોમાં થતા કુરિવાજોનું ખંડન કરતા શરીયત મુજબ લગ્ન થાય તો તેના દિન અને દુનિયામાં ઘણા બધા ફાયદાઓ થાય છે.

સૈયદ સઆદત અલીબાપુ, સૈયદ ગુલામબાપુ કાદરી, સૈયદ જલાલબાપુ, સૈયદ હુસેનબાપુ બુખારી, મોલાના યુસુફ દુકાની સાહેબએ આ સમુહ શાદીમાં જોડાયેલ ૩૫ યુગલોને નિકાહ પઢાવેલ હતા. સૈયદ ઇકબાલ બાપુ તિરમિજીએ આ ૩૫ નવયુગલોને પોતાની દુઆઓથી નવાજેલ

આ સમુહ શાદીના પ્રસંગને દિપાવવા જામનગરથી સૈયદ સૌકતઅલી બાપુ, વેરાવળથી હાફીજ જાવીદ સાહેબ, હાફિજ ઈલ્યાસ સાહેબ, અમદાવાદથી હાફિઝ અબ્દુલ ગફકાર સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ હતા.

આ સમુહ શાદીમાં મુસ્લીમ સમાજના અગ્રણીઓ હાજી સુલેમાનભાઈ ઐબાણી, હાજી હનિફભાઇ ઐબાણી, હાજી
આસીફભાઇ ભીમાણી, હાજી અસ્ફાકભાઇ સુન્નીવોરા, અમીનભાઈ ગીરાય, નજીરભાઇ કારાતેલા, જાવિદભાઈ સંઘાર, સૈયદ ભીખુમિંયા બાપુ, લાખાભાઈ જોખીયા, રસીદભાઇ મીર અમીનભાઇ રાણા, આરીફભાઇ હાલાઇપોત્રા કાદરભાઇ હામદાણી ફારૂકભાઇ શેરવાની, એડવોકેટ હારૂનભાઈ સાટી, ફારૂકભાઇ બધાડ, રિઝવાનભાઈ માંઢાઇ, અમીનભાઈ ઐબાણી, ઝુબેરભાઇ લાલ, ફિરોઝભાઇ પઠાણ,
રાણાવાવ થી ઓસમાણ ભાઈ નાઈ ગુલામ બાપુ રિયાઝ ભાઈ મુલ્લાં ઇકબાલ ભાઈ પંજવાની કુતિયાણા થી હસનભાઈ મન્સૂરી અસ્લમ ભાઈ ખોખર
ઉમ્મીદ ગ્રુપ નઝીરભાઈ રાવકુદા અને તેમની ટીમ ના મેમ્બરો
અલ તુર્કીયા ટ્રસ્ટ હોદેદારો;
ગામેતી ગ્રુપ ના ફેઝલ ભાઈહાલા તથા તેમની ટીમ
રાજકોટથી સબ્બીરભાઈ બાવાણી, જામનગરથી અનવરભાઇ પત્રકારપત્રકાર, ખબર જગતના તંત્રી/માલિક જયેશભાઈ જોશી, રીપોટર રીયાજભાઈ પરમારે હાજરી આપી સમગ્ર ઉમ્મતી એન્ડ ઉન્નતી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર ના પ્રમુખ એઝાઝ અ.હબીબ લોધીયા તથા યુ એન્ડયુ ટીમને મુબારકબાદી આપેલ હતી.

સખીદાતાઓના સાથ અને સહકારથી દિકરીઓને ૮૦ થી વધુ આઇટમોની કરીયાવર રૂપી ભેટ આપેલ હતી. આ કાર્યકમ નું સંચાલન જાહીદભાઇ નાગોરી અને ઈસ્માઇલખાન સેરવાનીએ કરેલ હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ એઝાઝ અ.હબીબ લોધીયા, ઉપ પ્રમુખ હાજીયાસીનભાઇ ઐબાણી, મેહબૂબ ખાન બેલીમ, આરીફભાઇ રાઠોડ, શબીર ભાઈ રાઠોડ, સીરાજભાઇ બ્લોચ, નાઝીમભાઈ લાલ અને તેમની ટીમ, સૈયદ ગફફારબાપુ અને તેમની ટીમ હમઝાભાઇ હામદાણી, અબ્દુલભાઇ રાવડા, યુનુસખાન પઠાણ, યુનુસભાઇ પરમાર, અશફાકભાઇ લોધીયા,સૈયદ અવેશ બાપુ, ઇમરાન રાઠોડ, અક્રમ પરમાર, અલ્તાફ રાઠોડ,
અનસ પરમાર, આદિલ શૈખ, સુલેમાન બોખીરાવાલા, જીશાન, હસન ભાઈ, હનીફ બેલીમ, રાજુ ભાઈ જોખીયા, સરફરાઝ હામદાની, સલીમભાઈ જુનેજા, જાબીર લાંઘા, હુસૈન વાલા, અમુ ભાઈ નાલબંધ, નાઝીમ પરમાર,
હારૂન પરમાર, દાદુ પરમાર, મોહંમદ રાઠોડ, મોહમ્મદ ભાઈ ખેરાણી, રિઝવાન પરમાર, મો.અકીલ ઐબાણી વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!