શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ સમાધિસ્થાન ટ્રસ્ટ પોરબંદરના નવા હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓની નિમણૂક

શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ સમાધિસ્થાન ટ્રસ્ટ પોરબંદર ( રજી.નં એ.૩૮ ) ના હોદ્દેદારો તથા ટ્રસ્ટીશ્રીઓની નિમણૂક કરવા અંગેની ચૂંટણી તા. 6 /8/ 2023 રવિવારના નિર્ધારિત કરવામાં આવી હતી ઉપરોક્ત સંગઠન સંકલન સમર્થનના ત્રિવેણી સંગમ માં સમાજના શક્ષમ નિર્વિવાદ સમાજસેવા ને વરેલા લોકપ્રિય યુવકોની ચુંટણી ઉમેદવારીને પસંદ કરી લોકશાહીની સ્વતંત્રતા ના પર્વ એટલે સમાજસેવા માં અગ્રેસર મુખ્ય આગેવાન પસંદ કરવાનો અનેરો ઉત્સાહ ઉમંગ અને સ્વતંત્ર સ્વૈચ્છિક મત આપવાનો અધિકારનો સદુપયોગ કરી સમાજને વિકાસશીલ વેગવંતા ગતિશીલ કાર્યોમાં અગ્રેસર રાખવા સક્ષમ ઉમેદવારો ને પસંદ કરવા જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ફરજનિષ્ઠા સાથ સહકાર સહયોગ અને સ્નેહ સમર્પિત કરતા ઐતિહાસિક મતદાન દ્વારા શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ સમાધિ સ્થાન ટ્રસ્ટ પોરબંદર ના હોદ્દેદારો ની નિમણૂક અંગેની ચૂંટણી જ્ઞાતિજનો ની સૂચક બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ દ્વારા સંગઠન. સંકલન. સહમતિ.ના ત્રિવેણી સંગમથી ચુંટણી યોજવામાં આવી હતી જેમાં.વિજેતા જાહેર થયા બાદ પદ નિમણૂંક પ્રમુખ રાજેશપુરી છગનપુરી. ઉપપ્રમુખ ઈશ્ર્વરગીરી જેરામગીરી. મંત્રી દિપેનભારથી મગનભારથી. સહમંત્રી દિવ્યેશગીરી નટવરગીરી. ખજાનચી પંકજભારથી કિરીટભારથી. સહ ખજાનચી આશિષગીરી શાંતીગીરી. ટ્રસ્ટી ચિરાગગીરી ખુશાલગિરિ ની પસંદગી ને હાજર બહેનો ભાઈઓ વડીલ જ્ઞાતિજનો એ હાથ ઉંચા કરી સંમતિ સહમતી ના મતદાન દ્વારા સમૅથન આપી વિજેતા જાહેર કરાતા ઉપસ્થિત શ્રી દશનામ ગોસ્વામી સમાજ અને દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ પોરબંદર દ્વારા અભિવાદન સહષૅ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
